અમરેલી બાલભવનનાં ત્રણ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને

અમરેલી,
અમરેલી શહેરમાં ઠેબી ડેમમાં રહેલ ગાંડીવેલ (જળકુંભી) નો ઉપદ્રવ વધતા અનેક પ્રશ્ર્નો સર્જાયા છે પર્યાવરણ અંગે પટના ખાતે મળેલા 28 માં રાષ્ટ્રીય યુવા પર્યાવરણ સંમેલનમાં અમરેલીના પ્રોફેસર આર.સી.મહેતા અને બાલભવનનાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિનેશ ત્રિવેદીના માર્ગદર્શન નીચે અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો જેમાં ખૈલન ઉમેશભાઇ સોનીજી, હેલીશ યોગેશભાઇ જોગી, પ્રિત શૈલેષભાઇ સાવલીયાએ રાષ્ટ્રીય બાલભવન નવી દિલ્હી દ્વારા દર વર્ષે યોજાતા સંમેલન આ વખતે પટના (બિહાર) ખાતે યોજાયુ હોય તેમાં ભાગ લીધો હતો.આ રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનમાં અમરેલી બાલભવનનાં બાળકોએ ભાગ લઇને કેશ સ્ટડી રજુ કરેલ તેમાં ત્રણેય બાળકોએ અમરેલીના માથાના દુ:ખાવા જેવી ગાંડીવેલના અને લીમડાની ખેતી વિષય ઉપર કેશ સ્ટડી કર્યો હતો અને તેનુ પેપર રજુ કર્યુ હતુ જે આખા દેશમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયુ હતુ જેથી સમગ્ર રાષ્ટ્રમાં અમરેલીના ત્રણેય બાળકો પ્રથમ આવ્યા હતા.અમરેલી બાલભવનનાં ટ્રસ્ટી શ્રી જવાહરભાઇ મહેતા આ પ્રતિયોગીતામાં ભાગ લેવા જઇ રહેલ બાળકોને અમદાવાદ સ્ટેશને મુકવા અને વિજેતા થઇ પરત આવતા તેમને રીસીવ કરવા ગયા હતા અને બાળકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહીત કર્યા હતા આમ અમરેલીની ગાંડીવેલ ઉપર સચોટ અભ્યાસ કરી તેને રાષ્ટ્રીયકક્ષાએ લઇ જનાર ધોરણ 7,9,11 નાં બાળકોની પ્રશંસા થઇ રહી છે તથા બાલભવનનાં ચેરમેન શ્રી હેમેન્દ્રભાઇ મહેતા સહિતનાં વરિષ્ઠોએ તેમને બિરદાવ્યા હતાઅવધ ટાઇમ્સ દ્વારા પણ અમરેલીનું નામ રાષ્ટ્રીયકક્ષાએ રોશન કરનાર બાળકોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .