- કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ડેવિડ હસીનો દાવો
૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. કોરોના કાળમાં આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરવા માટે દરેક ટીમોએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. આ વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ડેવિડ હસીએ એક મોટો દાવો કરતાં કહૃાું કે, અમારી ટીમના ઓલરાઉન્ડર આંદ્રે રસલ આઈપીએલમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે, પણ આ માટે તેને ટોપ ઓર્ડરમાં રમાડવાની જરૂર છે. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આંદ્રે રસલ હાલ સીપીએલમાં કહેર વર્તાવી રહૃાો છે.
તો આઈપીએલની ગત સિઝનમાં પણ કેકેઆર માટે રસેલે તોફાની ઇનિંગ્સ રમેલી છે. જો કે, તે નીચેના ક્રમે બેિંટગ કરી રહૃાો હતો. પણ આ વખતે ટીમના કોચ બ્રેંડન મેક્કુલમ અને મેન્ટોર ડેવિટ હસી એ વાત પર વિચાર કરી રહૃાા છે કે હાર્ડ હિટીંગ બેટ્સમેન આંદ્રે રસેલને ટોપ ઓર્ડર પર પ્રમોટ કરવામાં આવે કે જેના કારણે તે વધુ રન બનાવી શકે. હસીએ એ પણ દાવો કર્યો કે, આંદ્રે રસેલ ટી૨૦ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે, જે કામ અત્યાર સુધી થયું નથી. ડેવિડ હસીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું કે,
જો આ ટીમને ફાયદો પહોંચાડે છે અને અમને ક્રિકેટ મેચ જીતવામાં મદદ કરે છે, તો કેમ નહી? જો તેનો મતલબ છે કે રસેલ ત્રીજા નંબરે આવે છે અને ૬૦ બોલ રમે છે તો તે વાસ્તવમાં ડબલ સેન્ચુરી બનાવી શકે છે. આંદ્રે રસેલ કાંઈપણ કરી શકે છે. જણાવી દઈએ કે રસેલે ફક્ત ૧૩ ઇનિંગમાં ૫૬.૬૬ની સરેરાશ સાથે ૫૧૦ રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે ૧૧ વિકેટ પણ લીધી હતી. તેના આ પ્રદર્શનને જોઈને જ હસીએ કહૃાું હતું કે, તે એક શાનદાર ખેલાડી છે અને તે કદાચ ટીમના દિલની ધડકન પણ છે. વાસ્તવમાં અમને એક સારી સંતુલિત ટીમ મળી છે. કોઈપણ કાંઈપણ પરિસ્થિતિમાં બેિંટગ કરી શકે છે.