આજરોજ બુધવાર ને દર્શ અમાવાસ્યા છે

તા. ૨૩.૧૧.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ કારતક વદ અમાસ , વિશાખા  નક્ષત્ર, શોભન  યોગ, ચતુષ્પદ કરણ આજે સાંજે ૪.૦૨ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય) .

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ બુધવાર ને દર્શ અમાવાસ્યા છે આવતી કાલથી મૃગશીર્ષ એટલે કે માગશર માસ શરુ થઇ રહ્યો છે. મૃગશીર્ષ નક્ષત્ર પરથી માગશર માસ આવે છે. આપણી ઋષિ પરંપરામાં નક્ષત્રનું વિશેષ મહત્વ છે વળી જે તે ગ્રહ ક્યાં નક્ષત્રમાં બેઠો છે એના આધારે તેનું સટીક ફળકથન કરી શકાય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો મંગળ મહારાજ વૃષભમાં વક્રી ચાલી રહ્યા છે અને તેનો ખેલજગત પર આધિપત્ય ધરાવે છે માટે હાલમાં ફિફા વર્લ્ડકપ પર તેની અસર જોવા મળશે અને અનેક નોંધનીય બનાવો આ વર્લ્ડકપ દરમિયાન જોવા મળશે તો બીજી તરફ સંઘર્ષની રાશિમાં બેઠેલા બુધ મહારાજ ઘણી કંપની પાસે અને વ્યક્તિગત નાણાકીય હિસાબ માંગી રહ્યા છે તો શુક્ર પણ સાથે છે જે કલા જગતને થોડા પરેશાન કરી રહ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગુરુ મહારાજ માર્ગી થઇ રહ્યા છે જેની રાશિ મુજબ અસર જોઈએ તો મેષને શુભ કાર્યમાં ખર્ચ કરાવે છે તો વૃષભને લાભદાયક રહેશે મિથુનને કેરિયરમાં ઉપયોગી બની રહ્યા છે જયારે કર્કને ભાગ્ય ખોલી આપનાર છે તો સિંહને થોડું કષ્ટ આપનાર બને છે જયારે કન્યાને સારું જાહેરજીવન આપે છે તો તુલાને તબિયતમાં સુધારો આપશે જયારે વૃશ્ચિકને સંતાન અંગે સારું રખાવે. ધન રાશિને પ્રોપર્ટીમાં સારું રહે તો મકરને મુશ્કેલીમાંથી બહાર લાવે જયારે કુંભને નાણાકીય લાભ આપશે અને મીનને વ્યક્તિત્વમાં હકારાત્મકતા આપનાર બને છે.