આજે શુક્ર મહારાજ વૃશ્ચિકમાં જાય છે

તા. ૧૧.૧૧.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ કારતક વદ ત્રીજ, મૃગશીર્ષ   નક્ષત્ર, શિવ  યોગ, વણિજ     કરણ આજે સાંજે ૬.૨૦ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ)  ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) .

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ અનેક જાણીતી જોડીઓ વચ્ચે વિવાદ સામે આવી રહ્યા છે તો અનેક રાજકીય ઉથલપાથલ પણ સામે આવી રહી છે મંગળના ભ્રમણને સમજીએ તો લાગે કે વધુ ને વધુ નવા યુવા ચહેરા જાહેરજીવનમાં જોવા મળી રહ્યા છે બીજી તરફ ગોચર ગ્રહોને સમજીએ તો આ ત્રણ દિવસ ખુબ મહત્વના છે કેમ કે આજે શુક્ર મહારાજ વૃશ્ચિકમાં જાય છે આવતીકાલે શનિવારે સંકટ ચતુર્થી છે અને રવિવારે મંગળ વક્રી ચાલે વૃષભમાં અને બુધ વૃશ્ચિકમાં પ્રવેશ રહ્યા છે આમ આગામી ત્રણ દિવસ ખુબ જ મહત્વના સાબિત થશે બુધ મહારાજ વ્યાપાર છે એક્સપોર્ટ ઈમ્પોર્ટ છે અને મુદ્રા છે માટે બુધ જયારે પરિવર્તનની રાશિ વૃશ્ચિકમાં જાય ત્યારે આ બાબતમાં મહત્વના ફેરફાર આપે છે વળી આ સમયમાં આર્થિક ગોટાળા સામે આવતા પણ જોવા મળશે વળી મોટા વ્યાપારની પદ્ધતિઓમાં ફેરફાર જોવા મળશે તો મોટા વ્યાપારી એકમો અચાનક એવી જાહેરાત કરેશે જે કલ્પના બહાર હોય વળી કોઈ મોટા એકમ મર્જ થતા કે વેંચતા પણ જોવા મળે. શુક્ર મહારાજ મંગળના ઘર વૃશ્ચિકમાં આવવાથી એવા સમાચાર જોવા મળે કે વધુ પડતા ભોગ વિલાસના લીધે ઘણા જાહેરજીવનના લોકોએ સહન કરવાનું આવે અને બેનામી સંપત્તિ બહાર આવતી જોવા મળે. આગામી દિવસોમાં ગોચરના આ પરિવર્તનના લીધે અનેક ક્ષેત્રો માં મહત્વના ફેરફાર જોવા મળી શકે છે.  આજ રોજ ૧૧.૧૧.૨૦૨૨ છે તારીખ માસ અને વર્ષ બધા  માં અંક ૨ નો દબદબો  છે કેમ કે ૧૧ નો સરવાળો ૨ થાય અને ૨૦૨૨ માં ત્રણ વાર ૨ આવે છે. અંક ૨ પર ચંદ્રનો અમલ છે ચંદ્રએ મન છે અને લાગણીશીલતા છે માતૃત્વ છે માટે આ સમયમાં જાહેરજીવનમાં લોકો લાગણીશીલ થતા જોવા મળશે લાગણીની વાત કરતા જોવા મળશે વળી લોકોની બોલીમાં થોડો ઉશ્કેરાટ અને લાગણી ભળતા જોવા મળશે.