આમ્રપાલી દૃુબે લગ્ન પહેલાં થઇ પ્રેગ્નેન્ટ!.. બેબી બંપ સાથે ફોટોઝ જોઇને ફેન્સ ચોંકી ગયા

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દૃુબેને કોઇ ઓળખની જરૂર નથી. ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દૃુબે હંમેશા ચર્ચામાં રહે છે. આમ્રપાલી ઇન્ડસ્ટ્રીની હાઇ-પેઇડ અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. તેણે અનેક ભોજપુરી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેના કારણે યુપીથી લઇને બિહાર સુધી તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. જોકે, અભિનેત્રીએ એક ફોટો શેર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. હાલમાં જ તે બેબી બંપ લોન્ટ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે હજુ સુધી લગ્ન નથી કર્યા, તેથી તેનો બેબી બંપ લોન્ટ કરતો ફોટો સામે આવતા જ ફેન્સ આશ્ર્ચર્ય પામી ગયા હતા. આમ્રપાલી દૃુબેએ ઇન્સ્ટાગ્રામ પર ૨ ફોટો શેર કર્યા છે, જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. આ બન્ને ફોટામાં તે બેબી બંપ લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોઝમાં આમ્રપાલી બ્લેક પ્રિન્ટેડ સૂટ અને માથા પર સિંદૃૂર લગાવીને ખૂબ જ ખુશ દૃેખાઈ રહી છે. ફોટા જોયા બાદ ફેન્સ તેમને સવાલ કરી રહૃાા છે. આ ફોટા જોઈને ઘણા ફેન્સ ચોંકી પણ ગયા છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહૃાો છે કે આમ્રપાલીના લગ્ન નથી થયા, તો શું તે લગ્ન પહેલાં જ માં બની ગઈ છે? ખરેખર આમ્રપાલી ગર્ભવતી નથી. તેણે પોતાની આગામી ફિલ્મનો આ લુક શેર કર્યો છે. તેણે ફોટો શેર કરતાં લખ્યું- મારી એક ખૂબ જ આશાસ્પદ ફિલ્મ ’દૃાગ…’ ’એગો લાંછન’નો ફર્સ્ટ લુક. આ ફિલ્મ રેણુ વિજય ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ નિશાંત ઉજ્જવલે કર્યું છે અને તેનું દિગ્દર્શન પ્રમાંશુ સિંહે કર્યું છે. આ વર્ષે રિલીઝ થનારી આમ્રપાલી દૃુબેની આ સૌથી મોટી ફિલ્મ હશે, જેને લઈને તે પોતે પણ ઘણી ઉત્સાહિત છે. આમ્રપાલી ભોજપુરી સિનેમાના મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે, પરંતુ નિરહુઆ સાથે તેની જોડી સૌથી વધુ લોકપ્રિય બની છે. તેમના અને ભોજપુરી અભિનેતા નિરહુઆ વિશે એવી વાતો વહેતી થઇ છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે, પરંતુ એવું નથી. નિરહુઆ પહેલાથી જ પરિણીત છે અને આમ્રપાલી હજી પણ િંસગલ છે.