આ ઘાતક બોલરનો ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સમાવેશ

ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રીકાની સાથે હાલ ચાલી રહેલી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ બીસીસીઆઈએ એક ઘાતક બોલરને જગ્યા આપી છે. આ ખેલાડી હાલ ખુબ જ શાનદાર ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ૩ મેચોની સિરીઝની બાકીની બે મેચોમાં આ ખેલાડી રમશે. હાલ ભારત ૧-૦થી આગળ છે. બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપી છે. મ્ઝ્રઝ્રૈં એ પોતાના નિવેદનમાં કહૃાું છે કે સિલેક્ટર્સે મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી૨૦ સિરીઝ માટે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે. બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને હાલ તે બીસીસીઆઈની મેડિકલ ટીમની નિગરાણીમાં છે. સિરીઝની બાકીની બે મેચ ગુવાહાટીમાં બે ઓક્ટોબર અને ઈન્દૃોરમાં ચાર ઓક્ટોબરે રમાશે. બુમરાહની જગ્યા લેવા માટે મોહમ્મદ શમી પ્રબળ દાવેદાર હતો. પરંતુ છેલ્લે પસંદગીકારોએ સિરાજને તક આપી. ફાસ્ટ બોલર સિરાજનું હાલ ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. તે ખુબ લયમાં પણ જોવા મળી રહૃાો છે. સિરાજે આ મહિને વોરવિકશાયર માટે પોતાનું કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તે પોતાના પ્રદર્શનથી છવાઈ ગયો. સિરાજે એજબેસ્ટનના મેદાન પર રમાયેલી મેચમાં સમરસેટ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં ૮૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજને જ્યારે જ્યારે તક મળી છે ત્યારે તેણે ભારત માટે પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં ૧૩ ટેસ્ટ, ૧૦ વનડે અને ૫ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં સિરાજે ૩૦.૭૭ની સરેરાશથી ૪૦ વિકેટ લીધી છે. આ દરમિયાન તેનુંબેસ્ટ પ્રદર્શન ૭૩ રન આપીને ૫ વિકેટનું રહૃાું છે. વનડે ની વાત કરીએ તો સિરાજે ૩૧.૦૭ની એવરેજથી ૧૩ વિકેટ લીધી છે. આ ઉપરાંત ટી૨૦ ઈન્ટરનેશનલમાં સિરાજે પોતાના નામે ૫ વિકેટ કરી છે. ભારતીય ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરનારા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટી૨૦ વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે. જે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં થનાર છે. બુમરાહ હાલ પીઠના દૃુખાવાની ગંભીર સમસ્યાથી પરેશાન છે. આગામી કેટલાક મહિના સુધી તેણે ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે.