ઉર્ફી જાવેદને કરણી સેનાએ આપી ધમકી, ઉર્ફી જાવેદૃે મહિલા આયોગમાં ફરિયાદ કરી

ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ અને આઉટફિટ્સ માટે સતત ટ્રોલ થઈ રહી છે. તેની ફેશન સેન્સના કારણે તેને જાહેરમાં બળાત્કારની ધમકીઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સંબંધમાં તેણે મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ કરી છે અને તેમને અપીલ કરી છે કે તેઓ મુંબઈ પોલીસને તેની સુરક્ષા આપવાનો આદૃેશ આપે. ફોટોગ્રાફર્સ વિરલ ભાયાનીના અનુસાર, ઉર્ફી જાવેદૃે મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. જેમાં ભાજપના નેતા ચિત્રા વાળાએ રાજકીય ફાયદૃા માટે તેની સામે ફરિયાદ નોંધાવી હોવાનું જણાવાયું છે. તેના ફરિયાદ પત્રમાં ઉર્ફી જાવેદૃે મહિલા આયોગ પાસે તેને સુરક્ષા આપવા અને મુંબઈ પોલીસને તેની ફરિયાદને ગંભીરતાથી લેવાનો આદૃેશ આપવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગે ઉર્ફીની ફરિયાદ પર કાર્યવાહી કરી છે. મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકનાકરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઉર્ફીએ તેના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. મહિલા આયોગે તેની મુંબઈ પોલીસને ઉર્ફી જાવેદના કેસને ગંભીરતાથી લેવા અને તેની સુરક્ષા આપવાનો લેખિત આદૃેશ આપ્યો છે. ચિત્રા વાઘની જેમ જ કરણી સેનાના વડા સુરજીત સિંહ રાઠોડે પણે ઉર્ફીના ડ્રેસિંગ સેન્સ પર એક વીડિયો શેર કર્યો હતો. તેણે ઉર્ફીને સંપૂર્ણ કપડાં પહેરવા અને જાહેર સ્થળે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપવા કહૃાું હતું. ત્યારથી, ઉર્ફી જાવેદૃે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક ટ્વિટ પોસ્ટ કરી હતી, જેમાં તે જીવન અને મૃત્યુનો ઉલ્લેખ કરી રહી છે. ઉર્ફીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “આત્મહત્યા માટે જીવન બહુ ટૂંકું છે.. ધીરજ રાખો તમે મરી જશો.” મુંબઈ પોલીસે શનિવારે ચિત્રા વાઘ દ્વારા તેની વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના સંબંધમાં ઉર્ફી જાવેદનું નિવેદન નોંધ્યું હતું. ચિત્રા વાઘ મહારાષ્ટ્ર ભાજપની મહિલા શાખાના વડા છે. તેમણે ઉર્ફી જાવેદ વિરુદ્ધ જાહેર સ્થળે ’અયોગ્ય રીતે’ કપડાં પહેરવા બદલ ફરિયાદ નોંધાવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ જાવેદ પોતાનું નિવેદન નોંધવા અંબોલી પોલીસ સ્ટેશન ગઈ હતી.