ઓસ્ટ્રેલીયાની સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે ૪ ફેરફાર

એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની ૮ વિકેટથી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ ઈનિંગમાં ૫૩ રનની લીડ મળી હોવા છતાં બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના ધૂરંધરો માત્ર ૩૬ રનમાં જ તંબુ ભેગા થઈ જતાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની બીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી શરૂ થશે.
આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફાર થશે. કોહલી પેટરનિટી લીવ અને મોહમ્મદ શમી ઈજાના કારણે બહાર થઈ ગયા છે. આ સિવાય ટીમમાં બે બદલાવ થઈ શકે છે. પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શો લોપ રહૃાો હતો, તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. સાહાના સ્થાને પંતનો સમાવેશ થઈ શકે છે.
પંતે પ્રેક્ટિસ મેચમાં આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી. કોહલીનું સ્થાને કેએલ રાહુલ લેશે તે નિશ્ર્ચિત છે, જ્યારે શમીના સ્થાને સિરાજનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય ટીમમાં હનુમા વિહારીના સ્થાને જાડેજાને પણ તક આપવામાં આવી શકે છે. જોકે જાડેજાની ફિટનેસને લઈ હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. ૨૬ ડિસેમ્બરથી સિડનીના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ મેચ રમાશે.