મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.
અગાઉ લખ્યા મુજબ બુધ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ છોડી તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે વળી સૂર્ય મહારાજ નીચસ્થ ચાલી રહ્યા છે અને શુક્ર મહારાજ આજરોજ ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેની અસર શેરબજાર પર જોવા મળી છે બુધ મહારાજ ઉચ્ચના થઇ ને શેરબજારમાં ફુલગુલાબી તેજી લાવી રહ્યા હતા તેમાં ગોચર ગ્રહોને કારણે બ્રેક આવી છે. વળી નવેમ્બરમાં પણ એક વખત બ્રેક આવવાની સંભાવના રહેલી છે. જો કે ઓલઓવર જોવા જઈએતો વર્ષ 2021 એ બુધનું વર્ષ બનતું હતું જેથી શેરબજાર સારું ચાલ્યું હતું પરંતુ 2022 એ શુક્રનું વર્ષ બનશે જેમાં ઉતારચઢાવ જોવા મળશે. વર્ષ 2022 શુક્રનું વર્ષ હોવાથી ગેઝેટ્સની બોલબાલા રહેશે વળી એપ્રિલમાં રાહુ મેષમાં અને કેતુ તુલામાં આવવાથી આભાસી દુનિયા તરફ વધુને વધુ ઝુકાવ રહેશે. લોકો વર્ચુઅલ દુનિયાને જ ખરી દુનિયા માનવા લાગશે વળી 2022 માં આ બાબતે ખુબ પ્રગતિ અને સંશોધન થશે. યુવાવર્ગ આ આભાસી દુનિયામાં જ પોતાનું ઘર અને સંબંધોને જોતા થશે. ફેસબૂક, ઇન્સ્ટા અને અન્ય સોસીઅલ મીડિયા હાલ એ તૈયારીમાં જ છે કે આવતા દિવસોમાં લોકો સમક્ષ કઈ રીતે નવી શોધ મુકવી. માર્ક ઝકરબર્ગથી લઈને બીજા દિગ્ગજો અત્યારે નેક્સટ લેવલની ટેક્નોલોજી તૈયાર કરવામાં કરોડો ડોલર નાખી ચુક્યા છે અને રાહુ ના મેષ પરિભ્રમણ સાથે જ એક નવી જ આભાસી દુનિયાને વાસ્તવિક દુનિયા તરીકે રજૂ કરવાની તૈયારીઓ થઇ ચુકી છે. કળિયુગનું એક મહત્વનું લક્ષણ એટલે ભ્રમ કે આભાસને સત્ય સમજવું. જે આગામી દિવસોમાં ટેક્નોલોજી અને સંશોધન પુરવાર કરશે.