કોરોના કાળમાં એકટર પ્રભાસને બેક ટૂ બેક મળી ત્રણ મોટી ફિલ્મો

દૃેશમાં કોરોનાના કેરના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી મંદી આવી ચૂકી છે. મોટાભાગના કલાકારો સહિત સ્ટાફને હાલ કામ નથી મળી રહૃાું, અભિનેતાઓ અને અભિનેત્રીઓ ફાઇનાન્સિયલ ક્રાઇસીસ સામે ઝઝૂમી રહૃાાં છે, ત્યારે આ બધાની વચ્ચે સાઉથ સુપર સ્ટારને જેકપૉટ લાગ્યો છે. એક્ટર પ્રભાસને બેક ટૂ બેક ત્રણ મોટી ફિલ્મો મળી છે. અભિનેતા પ્રભાસ કોઇપણ જાતનો શોર મચાવ્યા વિના કામ પર ધ્યાન આપવા માટે જાણીતો છે.
હવે એક્ટરે પોતાનુ ફાઇનલ રિઝલ્ટ આપતા બેક ટૂ બેક ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે. પ્રભાની પહેલી ફિલ્મ રાધેશ્યામ છે, જેમાં તેના અપૉઝિટ પૂજા હેગડે છે. બીજી ફિલ્મ આદિપુરુષ છે, આ ફિલ્મમાં બીજી કોઇ કાસ્ટનો ખુલાસો નથી થયો. વળી ત્રીજી ફિલ્મ દીપિકા પાદૃુકોણ સાથે છે, જોકે આ ફિલ્મના નામનો ખુલાસો નથી થયો. કહેવાઇ રહૃાું છે આ પ્રભાસની ૨૧મી ફિલ્મ છે, એટલે આનુ નામ પ્રભાસ ૨૧ રાખવામાં આવ્યુ છે.
તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર ફિલ્મ આદિપુરુષનુ પૉસ્ટર શેર કરવામાં આવ્યુ હતુ, જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં રિલીઝ થશે. આ અગાઉ પ્રભાસે ફિલ્મ રાધે શ્યામનુ પૉસ્ટર પર શેર કર્યુ હતુ, આ પૉસ્ટરમાં તે પૂજા હેગડે સાથે રૉમેન્ટિક પૉઝમાં ઉભો થયેલો દૃેખાઇ રહૃાો હતો.