ક્રિકેટરે ફટકારી સિક્સ કે ગ્રાઉન્ડની બહાર પાર્ક કરેલી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો

આપણે ક્રિકેટ રમતી વખતે અનેક વખત લોકોના ઘરની બારીઓના કાચ તોડ્યા હશે. અને તે બાદ ગલી ક્રિકેટ બંધ કરીને ભાગ્યા પણ હશો. તેવામાં ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટમાં જો ક્રિકેટર સિક્સ ફટકારી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો હોય તેવો કિસ્સો હજુ સુધી તમે સાંભળ્યો નહીં હોય. પણ આયરલેન્ડના સ્ટાર ક્રિકેટર કેવિન ઓ બ્રાયને ગુરુવારે એક ટી૨૦ મેચમાં એવી સિક્સ ફટકારી હતી કે બોલ ગ્રાઉન્ડની બહાર તો ગયો જ પણ સાથે જ પાર્કિંગમાં મૂકેલી કારનો કાચ તોડી નાખ્યો હતો.
આયરલેન્ડના પેમ્બ્રોકમાં ટી૨૦ ઈન્ટર પ્રોવિન્શલ સીરિઝ ક્લેશના મુકાબલામાં કેવિન ઓ બ્રાયને લેન્સ્ટર લાઈટિંનગ માટે રમતા ૩૭ બોલમાં ૮૨ રનની તોફાની ઈિંનગ રમી હતી. અને આ ઈિંનગને કારણે લાઈટિંનગ ટીમે નોર્થ ઈસ્ટ વોરિયર્સની સામે ૧૨ ઓવરમાં જ ૩ વિકેટ પર ૧૨૪ રન બનાવ્યા હતા. આ દૃરમિયાન બ્રાયને એક એવી સિક્સ ફટકારી હતી કે બોલ સીધો તેની ગાડી પર પડ્યો હતો અને જેને કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો.
ક્રિકેટ આયરલેન્ડના ઓફિશિયલ ટ્વીટર પેજ પર તેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. બ્રાયને પોતાની ઇનિંગમાં ૩ ચોગ્ગા અને ૮ સિક્સ ફટકારી હતી. તેની સ્ટ્રાઈક રેટ ૨૨૧થી પણ વધારે છે. બ્રાયને અત્યાર સુધી પોતાના કેરિયરમાં ૩ ટેસ્ટ, ૧૪૮ વનડે અને ૯૬ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં કુલ ૨૫૮, વન ડેમાં ૩૫૯૨ અને ટી૨૦ ઈન્ટરનેશલનમાં કુલ ૧૯૭૨ રન છે.