વીજપડી, સાવરકુંડલાના મિતિયાળા ગામે આજે બપોરે ભુકંપનો આંચકો નોંધાયો છે.ગઈકાલે આવા બે ધડાકા થયા હતા અને આજે બપોરે પણ એક ધડાકો અને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેના કારણે ગામના અશોકભાઈ નાગજીભાઈ તથા સાદુર્ળભાઈ વાઘાભાઈ ના ઘરના ધાબામાં તિરાડો પડી ગઈ છે અને એક મકાન ઉપરથી નળિયા પડી ગયા હતા. સતત આ ધડાકા અને આજકાલને કારણે ગ્રામજનોમાં ભય ની લાગણી ફેલાણી છે. મીતીયાળા ગામના આગેવાન કનુભાઈ લખમણભાઇ દેલવાણીયા એ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સરકારી તંત્રને આના માટે જાણ કરી છે છતાં આજ સુધી કોઈ તપાસ થઈ નથી આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે પણ હમણાં આ પ્રમાણ વધ્યું છે ગઈકાલે રાત્રિના તો અમારા ગામમાં એવો બનાવ બન્યો હતો કે એક વાગ્યાની આસપાસ ના ધડાકા જેવો ભયંકર અવાજ થયો હતો અને ગામની આસપાસના જનાવરો પણ દોડવા લાગ્યા હતા. ગઈકાલે સવારે 6:00 વાગ્યા અને સાંજે આઠ વાગ્યે ધડાકા થયા હતા અને આજે 12:30 વાગ્યે ધડાકો અને આંચકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિ માત્ર મિતિયાળાની નથી પણ ભાડ અને વાક્યા ગામમાં પણ આવી પરિસ્થિતિ છે આ ગામો વચ્ચેના ડુંગર ગાળામાં અવાજ આવી રહ્યો છે એ રેવન્યુ વિસ્તાર છે અને ત્યાં કોઈ જતું નથી સરકારી તંત્ર અહીંના ભૂગર્ભમાં શું થઈ રહ્યું છે તેને તપાસ ભુસ્તરશાસ્ત્રી મારફતે કરાવે તેવી લોકોની લાગણી છે અત્યારે તો 2000 ની વસ્તી ધરાવતા ઐતિહાસિક અને પ્રાચીન એવા મીતીયાળા ગામમાં લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે.દરમિયાન અહી થયેલ ભુકંપની તિવ્રતા 2.1ની હોવાનુ અને જમીનમાં 6.1 કીલોમીટરની ઉંડાઇએ આ ભુકંપનું કેન્દ્રબીન્દુ હોવાનું જણાવાયું છે.