ખાંભા પાસેથી કારમાં 214 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

અમરેલી,
એસપીશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ શ્રી એ.એમ.પટેલ તથા પીએસઆઇ શ્રી એમ.ડી.ગોહીલ અને શ્રી એમ.ડી.સરવૈયા તથા એલસીબી ટીમના એએસઆઇ યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, બહાદુરભાઇ વાળા, શિવરાજભાઇ વાળા, નિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા અને તુષારભાઇ પાચાણીને ખાંભા તરફથી પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે ટાટા જેસ્ટ કારમાં દારૂ આવી રહયો છે જેથી એલસીબીએ ખાંભાના વાંકીયા ગામે ટાટા કાર નં.જીજે03 બીડબલ્યુ 0608 ને રોકતા તેમાંથી 214 બોટલ દારૂ મળ્યો હતો પોલીસે કારચાલક જનક જીલુભાઇ વાળા રે. પાદરગઢની ધરપકડ કરી છે અને આમા ચલાલાના યુવારાજ કનુભાઇ વાળાની પણ સંડોવણી ખુલતા તેની શોધખોળ શરૂ કરી