ગજકેસરી યોગમાં ચંદ્ર હકારાત્મક ચિંતન આપનાર બને છે

તા. ૩૦.૧૧.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ સાતમ, ધનિષ્ઠા  નક્ષત્ર, વ્યાઘાત  યોગ, વિષ્ટિ  કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ   કુંભ (ગ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ બુધ ઉદય થવા ટાંકણે જ શેરબજારમાં તેજી દેખાઈ રહી છે વળી રિસર્વ બેન્ક પણ ઈ-રૂપીના પાઇલોટ પ્રોજેક્ટ ને આગળ વધારવા જઈ રહી છે કેમ કે  મુદ્રા પર બુધનો અમલ છે વળી અગાઉ લખ્યા મુજબ ક્રિપ્ટો કરન્સી બાબતમાં પણ નવા સમાચાર સાંભળવા મળશે તો બીજી તરફ મોટી કંપનીની ડીલ થતી પણ જોવા મળશે. બુધ એ વાણીના કારક છે માટે બુધના ઉદય સાથે મહત્વની અને યાદગાર સ્પીચ પણ સાંભળવા મળશે જો કે મંગળ હાલ વક્રી બનીને વાણી  સ્થાનમાં થી પસાર થાય છે અને બુધ સાથે સૂર્ય અને શુક્ર પણ છે તે વિવાદિત બયાનબાજી પણ સામે આવતી જોવા મળે અને બહુ ઉચ્ચ દરજ્જાની વ્યક્તિઓ ફિજૂલ બયાનબાજી કરતી જોવા મળે તો બીજી તરફ બુધ વ્યાપાર ઈંગિત કરે છે આયાત નિકાસ દર્શાવે છે તેમાં પણ મહત્વના ફેરફાર સામે આવતા જોવા મળશે. ગોચર ગ્રહોની વિશેષ વાત કરીએ તો ચંદ્ર મહારાજ કુંભમાં આવી ગયા છે જે કઈ નવો વિચાર આપવામાં સમર્થ છે આ ભ્રમણ બાદ ચંદ્ર મીનમાં ગુરુ સાથે આવશે અને ગજકેસરી યોગની રચના કરશે. ગજકેસરી યોગમાં ચંદ્ર હકારાત્મક ચિંતન આપનાર બને છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે વ્યક્તિની જન્મ કુંડળીમાં ગજકેસરી યોગ બનતો ત્યારે તેને સુખ શાંતિ સમૃદ્ધિ આપનાર બને છે.