ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP IPS વિકાસ સહાય

ગુજરાતના નવા ડીજીપી ના નામની જાહેરાત કરવામાં આવી છે. ૧૯૮૯ની બેચના સીનીયર આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપાયો છે. આ માટે ૩ આઇપીએસ અધિકારીઓ ડીજીપીની રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને ૬ માસનું એક્સ્ટેન્શન અપાયુ હતું. તેમજ નવા ડી જી પી ની રેસ માં નામ આવેલ અધિકારીઓ ની વાત કરીએ ત્યારે આ રેસમાં ૩ નામ મોખરા પર હતા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચાઈ રહૃાુ હતું. સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતું. જાન્યુઆરી ૨૦૨૩ ના અંતમાં આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહૃાો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું. ત્યારે હવે નવા ડીજીપીની નિમણૂંક કરવાનો સમય આવી ગયો હતો. જેના બાદ વિકાસ સહાયનું નામ જાહેર કરાયુ હતું. ગુજરાતના નવા ડીજીપીના ત્રણ નામોની યાદl કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવી હતી અને ત્યાર બા આઈ પી એસ વિકાસ સહાય ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી, પોતાના નામ ની જાહેરાત થયા બાદ વિકાસ સહાય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પણ મુલાકાત કરવામાં આવી હતી.