ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી

ગુજરાતમાં ચોમાસાની મોસમનું પ્રભુત્વ વધ્યું છે અને હવે આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદૃની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવે તે આગામી ૨૪ કલાકમાં વધુ સક્રિય થશે. મોન્સૂન ટ્રો કચ્છ, અમદૃાવાદમાંથી પસાર થઇ રહૃાું છે. જેના પગલે આગામી ૩ દિૃવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. આવતીકાલે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમાં અમદૃાવાદ-કચ્છ-ભરૃચ-સુરત-નવસારી-વલસાડ-રાજકોટ-અમરેલી-ભાવનગરનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દ્વારકા અને પોરબંદરમાં આજે આભ ફાટવાની આશંકા છે. દૃીવ, પોરબંદર, જામનગર, અમરેલી, મોરબી, કચ્છ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. મંગળવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અમદૃાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. ૮ તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આગામી ૮ જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને આગામી ૯ જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. આજે દિવસ દરમિયાન અમદૃાવાદમાં વાદળછાયું વાતાવરણ રહૃાું હતું અને ભેજનું પ્રમાણ વારે ૮૫%-સાંજે ૭૩% જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી હતું. અમદૃાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદૃી માહોલ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યા બાદ આગામી બે દિવસ ભારી અતિભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સિસ્ટમ વેલ માર્કો લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિૃવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી ૧૯ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દિવ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં દમણ, દૃાદરાનગર હવેલી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યત વ્યકત કરી છે. તો અમદૃાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. વરસાદૃી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.