ચંદ્ર મહારાજ તેના માનીતા રોહિણી નક્ષત્રમાં છે

તા. ૧૦.૧૧.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૯ કારતક વદ બીજ, રોહિણી  નક્ષત્ર, પરિઘ  યોગ, વણિજ     કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ)           : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) :  ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :   નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ બે ગ્રહણ પછી તરત જ નેપાળમાં ૬.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેની અસર દિલ્હી સુધી જોવા મળેલ છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો આજે ચંદ્ર મહારાજ તેના માનીતા રોહિણી નક્ષત્રમાં છે અને સૂર્ય બુધ કેતુ શુક્ર યુતિ તુલા રાશિમાં બની રહી છે જ્યાં સૂર્ય નીચસ્થ છે તો શુક્ર સ્વગૃહી છે આ બધા વચ્ચે હાલ ચર્ચામાં રહેલા માર્ક ઝકરબર્ગ વિષે વાત કરીએ. સોશિઅલ પ્લેટફોર્મ માટે સીમાચિહન રૂપ બનેલા  માર્ક ઝકરબર્ગની કુંડળી વિષે અત્રે અગાઉ લંબાણથી વાત કરી હતી કે કેવી રીતે કેન્દ્રમાં ઉચ્ચના શનિ તેમને આ ક્ષેત્રમાં નવા જ માઈલસ્ટોન સ્થાપવામાં મદદરૂપ બને છે અને તેમની ૧૯ વર્ષની  શનિની મહાદશા તેમને ૨૦૧૯ સુધી પ્રભાવી સાબિત થઇ. હવે તેઓ બુધની મહાદશામાંથી પસાર થઇ રહ્યા છે અને બુધ તેમના છઠા સ્થાનનો મલિક બને છે જે તેમને એક પછી એક ભૂલ કરાવે છે અને ખાસ કરીને મેટાનો તેમનો કન્સેપટ તેમના માટે ઘાતક સાબિત થઇ રહ્યો છે અને હવે તો જીદ્દ બની ચુકેલો આ પ્રોજેક્ટ તેમની વર્ષોની જમાવેલી શાખ પર પણ પ્રશ્નાર્થ ચિહન લગાવી રહ્યો છે.  કોઈ પણ કંપનીના પ્રોગ્રેસ માં તેના લોગો એટલે  સિમ્બોલનું અતિ મહત્વ રહેલું છે. નોકિયાથી લઈને ટોયોટો અને પેપ્સીથી લઈને બીએમડબલ્યુના સિમ્બોલનો અભ્યાસ કરીએ કે ગૂગલના સાદા લાગતા  લોગોનો અભ્યાસ કરીએ તો સમજાશે કે આકૃતિનું પોતાનું અદકેરું મહત્વ છે અને ખાસ કરી ને લોગોમાં આવતા વર્તુળ પ્રગતિની ગેરંટી આપે છે તો ચોરસ કે લંબચોરસ પણ સારો ભાગ ભજવે છે પરંતુ અનંતની નિશાની છે એ સારું ભવિષ્ય સૂચવતી નથી કારણકે અનંત એ એક કાલ્પનિક ખ્યાલ છે વળી અનંત એ તમને કોઈ ચોક્કસ જગ્યા એ પહોંચાડતું નથી એક બિનજરૂરી દોડ તરફ લઇ જાય છે અને અત્યારે માર્ક ઝકરબર્ગ અને મેટા બંને સાથે આ બની રહ્યું છે.