છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને સુરતમાંથી પકડી પાડતી રાજુલાની પોલીસ

  • રાજુલા પોલીસે ટીમ બનાવી સુરતમાં વોચ ગોઠવી ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હકીકત મળેલ હોય કે સદર ગંભીર ગુન્હાના આરોપીઓ સુરત મુકામે હોય જેથી ટીમ બનાવી રાજુલા પો.સ્ટે.ના અના.હેડ કોન્સ. નિરજકુમાર ભીખાલાલ દાફડા તથા પો.કોન્સ. સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. મેહુલભાઇ ભોજુભાઇ ભુવાને સુરત મુકામે મોકલી સુરત શહેર થી બળાત્કાર તથા ઇંગ્લીશ દારૂના ગુન્હામા છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી (1) રણજીતભાઇ માણકુભાઇ વાળા ઉવ.29 રહે.રાજુલા ગોકુળનગર જી.અમરેલી, (2) સુરેશભાઇ રાવતભાઇ ગોહીલ રહે.રાજુલા જી.અમરેલીને પકડી પાડેલ છે. આ આરોપીઓ સામે રાજુલા, સાવરકુંડલા પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધાયેેલા છે.