જીમ્ૈંની આરજી પર સુપ્રીમ કોર્ટનું અવલોકન બેંક ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલા ઉધાર લેનારાની સુનાવણી જરૂર : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી,તા.૨૮
સુપ્રીમ કોર્ટે સોમવારે કહૃાુ કે કોઈપણ ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલાં લોન લેનારને સાંભળવું આવશ્યક છે અને જો આવી કાર્યવાહી કરવામાં આવે તો તર્કસંગત આદૃેશનું પાલન થવુ જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા હાઈકોર્ટના ચુકાદૃાને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવાથી ઉધાર લેનારાઓ માટે નાગરિક પરિણામો આવે છે અને તેથી આવા લોકોને સુનાવણીની તક આપવી જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, “બૅક્ધોએ ફ્રોડ પરના મુખ્ય નિર્દૃેશો હેઠળ તેના ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતા પહેલાં ઉધાર લેનારાને સાંભળવાની તક આપવી જોઈએ.” ખંડપીઠે કહૃાું કે ઉધાર લેનારના ખાતાને છેતરિંપડી તરીકે વર્ગીકૃત કરવાના નિર્ણયનું તાર્કિક રીતે પાલન કરવું જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર આ નિર્ણય આવ્યો .