કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે શનિવારે રાત્રે રમાયેલી આઇપીએલની ટી૨૦ ક્રિકેટ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો. હૈદરાબાદની ટીમને મેચ જીતવા માટે આમ તો માત્ર ૧૨૭ રનની જ જરૂર હતી અને એક તબક્કે તેનો સ્કોર ત્રણ વિકેટે ૧૦૦ રન હતો. આમ તેને ચાર ઓવરમાં ૨૬ રન કરવાના હતા જે ટી૨૦માં આસાન મનાય છે પરંતુ અહીંથી પંજાબની ટીમે જોરદાર પ્રહાર કર્યો હતો અને ૧૧૪ રનના સ્કોર સુધીમાં તો તમામ વિકેટ ખેરવી દીધી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ માટે અર્શદીપ સિંઘ અને ક્રિસ જોર્ડને ત્રણ ત્રણ વિકેટ ખેરવીને હૈદરાબાદનો ધબડકો કર્યો હતો. મેચ બાદ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે જણાવ્યું હતું કે અમારે આ પ્રકારની મેચો જીતવાની આદત કેળવવી પડશે. આમ તો અમે હવે આવી આદત પાડી ચૂક્યા છીએ જે આઇપીએલનો પ્રારંભ થયો ત્યારે પાડવાની જરૂર હતી.
પંજાબની બેટિંગમાં લોકેશ રાહુલે ૨૭ અને નિકોલસ પૂરને ૩૨ રન ફટકાર્યા તે સિવાયના બેટ્સમેન નિષ્ફળ રહૃાા હતા અને હૈદરાબાદની ૧૫ ઓવર પૂરી થઈ ત્યાં સુધી તો પંજાબનો પરાજય નિશ્ર્ચિત લાગતો હતો. આ અંગે રાહુલે જણાવ્યું હતું કે ટીમમાં પ્રતિભા છે. ખરેખર તો હું અત્યારે કાંઈ બોલી શકું તેમ નથી કેમ કે મારી પાસે આ ખુશી વ્યક્ત કરવાના શબ્દૃો રહૃાા નથી. તેણે કહૃાું હતું કે આ સફળતા માત્ર એક કે બે મહિનાની મહેનતની નથી. હકીકતમાં પડદા પાછળ ઘણી મહેનત કરવામાં આવી હતી. કોઈ ખેલાડીને તમે બે મહિનામાં સજ્જ કરી શકો નહીં. કોચ અનીલ કુંબલેએ ઘણી મહેનત કરી હતી. આ ઉપરાંત જોન્ટી રોડ્ઝની મહેનત પણ દૃેખાઈ આવે છે.