ડો.ગજેરાની ગુજરાત આઇએમએના ઉપપ્રમુખપદે વરણી

અમરેલી,
આઇએમએના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે અમરેલીના સેવાભાવી ડો. જી.જે. ગજેરાની વરણી કરવામાં આવી છે.
ઇન્ડીયન મેડીકલ એસોશી યેશન ગુજરાતની બેઠક વડોદરામાં તા.19/11 ના મળી હતી જેમાં વર્ષ 2022/23 ના રાજયકક્ષાના હોદેદારો ની વરણી કરવામાં આવેલ અમરેલી આઇએએમના પ્રમુખ ડો.જીજે ગજેરાને ગુજરાત રાજયના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ ડો.ગજેરા નવા ચુંટાયેલ રાજયના પ્રમુખ ડો.મહાવીરસિંહ જાડેજાની રાહબારી નીચે કામ કરશે.ડો.ગજેરા ગુજરાતના પશ્ર્ચિમ વિભાગ સોૈરાષ્ટ્ર કચ્છના મેડીકલ એસોશીયેશનનું કામકાજ સંભાળશે અને તેના પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે.ડો.ગજેરાને અમરેલી આઇએ એમના ડોકટરો તથા સોૈરાષ્ટ્ર કચ્છ આઇએએમના ડોકટરોએ શુભેચ્છા પાઠવેલ