દામનગરમાં દોઢ વર્ષ પહેલા લુંટનો પ્રયાસ કરનાર રીઢા ગુનેગારને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,
તા.6-8-21 ના રોજ ઢસાના જયંતીભાઇ જીવણભાઇ કેરાલીયા બેંકમાંથી 40 હજાર ઉપાડી મહાવીર કોટેક્ષ જીનીંગે જતા હોય ત્યારે ઢસા કાચરડી રોડ ઉપર બે શખ્સોએ તેને આંતરી છરો કાઢી લુંટનો પ્રયાસ કરતા જયંતીભાઇ નજીકના ધર્મ કોર્ટનના જતા રહેતા આ બંને શખ્સોનો લુંટનો પ્રયાસ નિષ્ફળ થયો હતો અમરેલી એલસીબીના પીઆઇ શ્રી એ.એમ.પટેલ તથા પીએસઆઇ શ્રી એમ.બી. ગોહીલ, શ્રી એમ.ડી. સરવૈયા અને જાવેદભાઇ ચૌહાણ, મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાચાણી, અશોકભાઇ સોલંકીની ટીમે લાઠીના ભવાની સર્કલ પાસેથી નિકુલ ઉર્ફે ડઠર ઉર્ફે બુલેર ચકુર ભીંગરાડીયા રે. સુરત કામરેજ મુળ ગામ પાંચ પીપળા પાલીતાણાને પકડી પાડી પુછપરછ કરતા તેમણે લુંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબુલાત આપતા તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ સુરતની સંખ્યાબંધ લુંટ ચોરી અને ખુનની કોશીશ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો.