દૃેશમાં પાછો ફર્યો કોરોના વાઈરસ, ૨૪ કલાકમાં સામે આવ્યા ૯૧૮ નવા કેસ

નવીદિૃલ્હી,તા.૨૧
ભારત સહિત ઘણા દૃેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દૃીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહૃાો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહૃાો છે. ભારતમાં દિૃલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે. દૃેશભરમાં ૐ૩દ્ગ૨ ઇન્લૂએંજા સાથે જ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના કેસ પણ ઝડપથી વધી રહૃાા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આંકડા અનુસાર દૃેશભરમાંથી ગત ૨૪ કલાકમાં ૯૧૮ કેસ નોંધાયા છે. તબીબી નિષ્ણાતોની િંચતા પણ વધી રહી છે. ફરી એકવાર લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોએ પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે. રાજધાની દિૃલ્હીમાં ૨૪ કલાકની અંદૃર કોવિડના ૭૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે, પોઝિટીવીટી રેટ વધીને ૩.૯૫ ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એક તરફ દિૃલ્હીમાં ૐ૩દ્ગ૨ એન્ટિવાયરસની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. બીજી તરફ, શનિવારે કોરોનાની સકારાત્મકતા દૃર ૩.૫૨ ટકા હતો, જ્યારે શુક્રવારે તે ૩.૧૩ ટકા હતો. મહારાષ્ટ્રમાં રવિવારે ૨૩૬ નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં ૫૨ કેસ નોંધાયા છે, આ સિવાય મુંબઈના થાણેમાં ૩૩ નવા કેસ, મુંબઈ સર્કલમાં ૧૦૯, પુણેમાં ૬૯, નાસિકમાં ૨૧ અને કોલ્હાપુર અને અકોલામાં ૧૩-૧૩ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર દૃેશમાં કોરોનાના દૃર્દૃીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે આરોગ્ય વિભાગ માટે િંચતાનો વિષય છે. છેલ્લા ૨૪ કલાકમાં દૃેશભરમાં કોરોનાના ૯૧૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે સોમવારે સક્રિય કેસનો આંકડો ૬૩૫૦ પર પહોંચી ગયો છે. અને પોઝિટીવીટી રેટ વધીને ૨.૮% થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૯૨.૦૩ કરોડ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૨૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાંથી ૪૭૯ દૃર્દૃીઓ સાજા થયા છે. રવિવારે ૧૨૯ દિૃવસ બાદૃ ૧ દિૃવસમાં ૧૦૦૦થી વધુ દૃર્દૃીઓ મળી આવ્યા છે. સમગ્ર દૃેશમાં કોરોનાના કેસ વધીને ૫૯૧૫ થઈ ગયા છે, જ્યારે ૩ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના છે.