ધારીમાં પ્રચંડ જનમત સાથે શ્રી સુરેશ કોટડીયાની ઉમેદવારી

  • સ્વ. મનુભાઇ કોટડીયાના રસ્તે ચાલી ધારી બગસરાના અધૂરા કામો પુરા કરવાની નેમ સાથે શ્રી સુરેશ કોટડીયા મેદાનમાં ઉતર્યા
  • કોંગ્રેસનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું વિપક્ષનાં નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું
  • સ્વ. મનુભાઇ કોટડીયાનાં ગઢ ગણાતી ધારી બેઠકમાં શ્રી સુરેશ કોટડીયાને તમામ વડીલોએ આશીર્વાદ પાઠવ્યાં

અમરેલી,

અમરેલી જિલ્લાના તેજસ્વી આગેવાન સ્વ. મનુભાઇ કોટડીયાના રસ્તે ચાલી ધારી બગસરાના અધૂરા કામો પુરા કરવાની નેમ સાથે શ્રી સુરેશ કોટડીયા ધારી બગસરા વિધાનસભા બેઠકની ચુંટણીમાં મેદાનમાં ઉતર્યા છે અને આજે ધારીમાં પ્રચંડ જનમત સાથે શ્રી સુરેશ કોટડીયાએ ઉમેદવારી નોંધાવી હતી તથા સાથે સાથે કોંગ્રેસનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું વિપક્ષનાં નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ચુંટણીનો રણટંકાર કરાયો છે.સ્વ. મનુભાઇ કોટડીયાના ગઢ ગણાતી ધારી બેઠકમાં શ્રી સુરેશ કોટડીયાને તમામ વડીલોએ આશીર્વાદ પાઠવ્યા હતા સાવ સીધા સાદા સરળ સ્વભાવના કોંગ્રેસના ઉમેદવાર બનેલા શ્રી સુરેશ મનુભાઇ કોટડીયાને વિજયી બનાવવા કોંગ્રેસમાં થનગનાટ છવાયો છે વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી, જુનાગઢના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોષી, વિસાવદરના ધારાસભ્ય શ્રી હર્ષદભાઇ રીબડીયા, કુંડલાના શ્રી પ્રતાપ દુધાત, રાજુલાના અંબરીષ ડેર, બાબુભાઇ રામ, પ્રદેશ કોંગ્રેસ શ્રી દિનેશ ડાંગર, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, તમામ કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો, પ્રદિપ કોટડીયા, શરદ ધાનાણી, લલીત ઠુંમર, અર્જુનભાઇ સોસા, ડી.કે. રૈયાણી, પુર્વ પ્રમુખ પંકજભાઇ કાનાબાર, શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, ટીકુભાઇ વરૂ, જયેશભાઇ નાકરાણી, જનકભાઇ તળાવીયા, પ્રભાતભાઇ કોઠીવાળ, કુલદીપભાઇ બશીયા, અજયભાઇ ખુમાણ, હાર્દિકભાઇ કાનાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઇ વાઘેલા અને જિલ્લા પંચાયતની ટીમ મેદાનમાં ઉતરી છે.