નેહા કક્કડના લગ્નની વાત મુદ્દે પૂર્વ બૉયફ્રેન્ડે મૌન તોડ્યું

બૉલિવુડ સિંગર નેહા કક્કડ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ પર તેના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમાંશ કોહલીએ જણાવ્યુ કે જો નેહા કક્કડ લગ્ન કરી રહી હોય તો તે તેના માટે ખુશીની વાત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન આઈડલની જજ અને બૉલિવુડ સિંગર નેહા તેમજ તેના ફ્રેન્ડ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ ઉડી રહી છે. જો કે નેહાની દોસ્ત અને રોહનપ્રીતની મેનેજરે આ અફવાઓને નકારી દીધી છે.
નેહાના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ કહૃાુ કે, ’જો નેહા ખરેખર લગ્ન કરી રહી હોય તો હું તેના માટે ખુશ છુ. તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે, તેની પાસે કોઈ છે અને એ જોવુ મને ઘણુ સારુ લાગી રહૃાુ છે.’ શું તેઓ રોહનપ્રીતને જાણે છે તેના જવાબમાં હિમાંશે કહૃાુ કે, ’ના વાસ્તવમાં નહિ.’ હિમાંશ અને નેહા કક્કડ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ૪ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એક મ્યુઝિક વીડિયોમાં પણ એક્ટિંગ કરી છે. નેહાએ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.