પાકિસ્તાનના રક્ષા મંત્રીનો ખુલાસો,”ઈમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ વેચ્યો”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતમાંથી મળેલો ગોલ્ડ મેડલ વેચી દીધો છે. આ મેડલ ઇમરાન ખાનને ત્યારે મળ્યો હતો જ્યારે તે પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમતા હતા. તેમને શાનદાર પ્રદર્શન માટે ભારતમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. રક્ષામંત્રીએ જણાવ્યું કે તેમણે આ વિશે એક કાર્યક્રમમાં જણાવ્યું કે PTI અધ્યક્ષે ભારતમાંથી મળેલા ગોલ્ડ મેડલને વેચી દીધો હતો. ક્રિકેટરથી રાજનેતા બનેલા ૭૦ વર્ષીય ઇમરાન ખાન આ દિવસોમાં ભેટ વેચવા પર નિશાના પર છે. ઇમરાન ખાને ભેટમાં મળેલી એક મોંઘી ઘડિયાળને પણ વેચવાની વાત સામે આવી હતી. આ પહેલાં પણ ઇમરાન પર ભેટ વેચવાના આરોપ લાગ્યા હતા. પરંતુ આસિફની પાસે પૂર્વ ક્રિકેટર દ્વારા કથિત રૂપથી વેચેલા ગોલ્ડ મેડલ વિશે કોઈ માહિતી નથી. નોંધપાત્ર રીતે, તોશાખાના મુદ્દામાં “ખોટા નિવેદનો અને ખોટી ઘોષણાઓ” કરવા બદલ પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ખાનને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ૮ સપ્ટેમ્બરના રોજ, પદભ્રષ્ટ પ્રધાનમંત્રીએ એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે પ્રધાનમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી દીધી હતી. તો પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે પાછલા દિવસોમાં એક જાણીતા કારોબારીએ સ્વીકાર્યું કે તેમણે ઇમરાન ખાનની પત્નીના મિત્ર પાસેથી એક ખુબ કિંમતી ઘડિયાળ ખરીદી હતી. આ ઘડિયાળ ઇમરાન ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સે આપી હતી.