પાકિસ્તાન સહિત અનેક રાષ્ટ્ર હાલમાં અરાજકતાની ઝપટમાં આવતા જોવા મળશે

તા. ૨૧.૧.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ અમાસ, પૂર્વાષાઢા  નક્ષત્ર, હર્ષણ   યોગ, ચતુષ્પાદ    કરણ આજે બપોરે ૨.૫૨ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) :  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી


અગાઉ લખ્યા મુજબ આજરોજ શનિવારને મૌની અમાવાસ્યા છે જેથી શનિ અમાવાસ્યા બને છે અને સાથે ખપ્પર યોગ ચાલુ છે માટે આ દિવસની મહત્તા વધી જાય છે વળી આ દિવસે થઇ શકે એટલા દાન ધર્મ કરવા જોઈએ. અમાસના દિવસે કામ હળવું રાખી ઈશ્વર આરાધના કરવી જોઈએ અને એટલે જ પહેલાના સમયમાં અમાસ પર રજા રાખવામાં આવતી જેથી પ્રભુ ભક્તિ થઇ શકે આ  અમાસ પર ખાસ કરીને શિવજી,હનુમાનજી અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવજીને પાણી માં કાળા તલ પધરાવી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ કૃષ્ણ પરમાત્માને તલની કોઈ વાનગી કે તલ અને સાકર કે  ખાંડ ધરી ત્યારબાદ “કલીં કૃષ્ણાય નમઃ” ની ૧૧ માલા કરવી ત્યારબાદ દિવસ દરમિયાન હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરી શકાય અને રાત્રે શનિની ૧૧ માળા “ૐ શં શનેશ્ચરાય નમઃ”ની કરવી જોઈએ અને સૂતી વખતે “ૐ નમઃ શિવાય”ના જપ કરવા જોઈએ. શનિ કર્મ પ્રધાન ગ્રહ છે માટે શનિ અમાવાસ્યાના દિવસે અન્યની સેવા કરવી જોઈએ અને મંદિરમાં સેવા આપવી જોઈએ. ગોચર ગ્રહોની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાન માટે હાલમાં ગ્રહસ્થિતિ બગડી રહી છે અને આંતરવિગ્રહ અને અરાજકતા ફેલાતા જોવા મળશે અને પાકિસ્તાન સહિત અનેક રાષ્ટ્ર હાલમાં અરાજકતાની ઝપટમાં આવતા જોવા મળશે વળી પાકિસ્તાનને મોટી ઘટનાઓનો સામનો કરવો પડશે.