પીપાવાવમાં કસ્ટમ અધિકારીઓની દારૂની મહેફિલ ઉપર અમરેલી એલ.સી.બી ત્રાટકી

  • ત્રણ ત્રણ કસ્ટમ અધિકારી પીધેલી હાલતમાં ઝડપાયા ઉદ્યોગગૃહો માં ફફડાટ

 

રાજુલાના પીપાવાવ પોર્ટમાં આવેલ કોલોનીના ગેસ્ટ હાઉસમાં કસ્ટમના અધિકારીઓ દારૂની મહેફિલ જમાવતા હોવાની બાતમી અમરેલીના એસપી નિર્લિપ્ત રાયને મળતા તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્ચાર્જ પી.આઈ શ્રી કરમટા તથા શ્રી પૃથ્વી પાલ સિંહ મોરી ની ટીમે કોલોનીના ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી black dog scotch whisky તથા બીયરના ટીન સહિતના મુદ્દામાલ સાથે કસ્ટમના નિલેશભાઇ દિનેશચંદ્ર જોષી, ઉં.વ- ૫૦, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ, કસ્ટમ ) રહે.હાલ- પીપાવાવ પોર્ટ, ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૦૧, મુળ રહે- જામનગર, હવાઇ ચોક, સરાના કુવા.,ભગવાનભાઇ સહાયભાઇ મીના, ઉં.વ- ૫૪, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ ), રહે હાલ- પીપાવાવ પોર્ટ ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૧૦, મુળ રહે. રાજકોટ, શીવધરા સોસાયટી, યુનિવર્સીટી રોડ, ૩૭, મુળ વતન- મંડાવર, તા-મંડાવર, જિ- ઢૌસા. અને કીરૂપાનંદન ગુરૂવન, ઉં.વ- ૫૩, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ ), રહે.હાલ- પીપાવાવ પોર્ટ, ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૦૨, રહે. A-70, રાધે બંગ્લોઝ, ખોખરા, અમદાવાદ-૦૮, મુળ રહે. બાલાપુરમ, તા-પલ્લીપટ્ટ, જી-તીરૂવલ્લૌર. ને
ભારતીય બનાવટનો વિદેશી દારૂ બ્લેક ડોગ સ્કોચ વ્હિસ્કીની બોટલમાં આશરે ૪૦૦ મીલી દારૂ, કિ.રૂ.૫૦૦/- તથા પાણીની બોટલ, કિ.રૂ.૦૦/- તથા કાચના ગ્લાસ-૩, કિ.રૂ.૦૦/- તથા વિદેશની કાસ ફ્રેશ કોલ્ડ બ્રેવ્ડ કંપનીના બિયરના ટીન ૩૫૫ મીલી.ના કુલ નંગ-૨૩, કિ.રૂ.૨,૩૦૦/- તથા મોબાઇલ-૩, કિ.રૂ.૧૫,૦૦૦/-  મળી, *કુલ કિં.રૂ.૧૭,૮૦૦/- નો મુદ્દામાલ. સાથે પકડી પાડયા હતા 31 ડીસેમ્બર આવી રહી હોય તેવા જ સમયે પોલીસની કાર્યવાહીથી સરકારી અધિકારીઓને ઉદ્યોગોમાં સન્નાટો છવાયો છે.