વિશ્ર્વના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી મનાતા પેલેએ ૮૨ વર્ષની ઉંમરે બુધવારે રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા ને એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. વિશ્ર્વમાં પોતે રમતા હોય એ રમતને લોકપ્રિયતા અપાવીને વૈશ્ર્વિક સ્તરે સ્થાપિત કરવામાં જેમનું યોગદાન મોટું મનાતું હોય એવા બહુ ઓછા ખેલાડીઓ પેદા થયા. પેલે આવા મહાન ખેલાડી હતા તેમાં બેમત નથી ને આ કારણે જ પેલેના નિધનથી આખું ફૂટબોલ જગત સ્તબ્ધ છે.
આજની પેઢી માટે પેલે પ્રમાણમાં અજાણ્યું નામ છે કેમ કે પેલે ૧૯૭૧માં તો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા. આ કારણ આજની પેઢી લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ઓળખે છે પણ પેલેથી બહુ પરિચિત નથી. જો કે મોટાભાગના સ્પોર્ટ્સ ક્રિટિક્સ પેલેને ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ માને છે કેમ કે તેમના જેવો દબદબો બીજો કોઈ ફૂટબોલ ખેલાડીનો રહ્યો નથી. આ સદીના સૌથી મહાન ફૂટબોલર ખેલાડીઓમાં સ્થાન પામતા પેલેનો ૧૯૫૦ના દાયકાથી શરૂ કરીને ૧૯૭૦ના અંત સુધી વિશ્ર્વ ફૂટબોલમાં દબદબો હતો. માત્ર ૧૮ વર્ષની ઉંમરે પેલેએ ૧૯૫૮ના વર્લ્ડ કપમાં પહેલીવાર પોતાની તાકાતનો દુનિયાને પરચો આપીને ચેમ્પિયન બનાવ્યું હતું. પેલે નોકઆઉટ રાઉન્ડમાં બ્રાઝિલની જીતનો હીરો હતો.
કર્યો હતો ને બ્રાઝિલનો એકમાત્ર ગોલ પેલેએ કર્યો હતો.
પેલેએ ફ્રાન્સ સામે સેમીફાઈનલમાં હેટ્રિક કરીને ભવ્ય જીત અપાવી હતી. યજમાન સ્વીડન વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર હતું પણ પેલેએ સ્વીડન સામે ફાઇનલમાં બે ગોલ કરીને કચડી નાંખ્યું હતું. પેલેની ભવ્ય કારકિર્દીની એ ભવ્ય શરૂઆત હતી ને એ પછી પેલેએ કદી પાછું વળીને જોયું નથી. પેલેએ ૧૯૬૨માં ફરી બ્રાઝિલન વર્લ્ડ કપ જીતાડ્યો. ૧૯૬૬ના વર્લ્ડ કપમાં ઈજાના કારણે પેલે બધી મેચો નહોતો રમી શક્યો તેથી બ્રાઝિલ નહોતું જીત્યું પણ ૧૯૭૦ના વર્લ્ડ કપમાં બ્રાઝિલને ચેમ્પિયન બનાવીને પેલેએ ફરી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. ફૂટબોલની દુનિયામાં બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે ત્રણ વર્લ્ડ કપ જીતનારા એકમાત્ર ફૂટબોલર છે. વર્લ્ડ કપમાં ગોલ કરવામાં પણ પેલે સૌથી આગળ છે. પેલેએ ૧૯૫૮, ૧૯૬૨, ૧૯૬૬ અને ૧૯૭૦માં મળીને કુલ ૧૨ ગોલ કર્યા હતા ને આવો ભવ્ય રેકોર્ડ કોઈના નામે નથી.
મેરેડોનાએ ૧૯૮૬માં આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું એ પહેલાં પેલે વિશ્ર્વમાં મહાનત્તમ ફૂટબોલ ખેલાડી તરીકે સર્વસ્વીકૃત હતા. પેલેએ બ્રાઝિલ તરફથી રમતાં ૯૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૭૭ ગોલ કર્યા તેની સામે મેરેડોનાના ૯૧ મેચમાં માત્ર ૩૪ ગોલ છે. પેલેના પ્રતિ મેચ ૦.૮૩ ગોલની સરેરાશ સામે મેરેડોનાની સરેરાશ માત્ર ૦.૩૭ ગોલ પ્રતિ મેચ છે. મોટી ટૂર્નામેન્ટ્સમાં પણ પેલેનો રેકોર્ડ બહેતર છે. પેલે ૧૯૫૮, ૧૯૬૨, ૯૧૬૬ અને ૧૯૭૦ એમ ચાર ફૂટબોલ વર્લ્ડકપ રમ્યા હતા. આ ચારમાંથી ત્રણ વર્લ્ડપ
બ્રાઝિલે જીત્યા એ જોતાં વર્લ્ડ કપમાં પેલેની જીતનો રેશિયો ૭૫ ટકા છે. બે વર્લ્ડકપમાં પેલે ઈજાના કારણે બધી મેચો નહોતા રમ્યા પણ એ બ્રાઝિલની ચેમ્પિયન ટીમનો હિસ્સો હતા ને બ્રાઝિલની જીતમાં તેમનું યોગદાન પણ હતું. મેરેડોના ચાર વર્લ્ડકપ રમ્યો તેમાંથી આર્જેન્ટિના માત્ર ૧૯૮૬માં ચેમ્પિયન બન્યું તેથી વર્લ્ડકપમાં મેરેડોનાની જીતનો રેશિયો ૨૫ ટકા જ છે.