બગસરામાં છ દુકાનો સીલ કરતુ તંત્ર

ગાઇડ લાઇનનો ભંગ કરતા રૂપિયા સાત હજારનો દંડ વસુલવામાં આવ્યો

બગસરા, બગસરામાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવવા તંત્રએ લાલ આંખ કરી છે. દિવાળી બાદ કોરોનાએ માથુ ઉચક્યું હોવાથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ઉભરાઇ રહી છે. તેથી કલેક્ટરશ્રી ઓકની સુચનાથી તંત્ર સક્રિય બન્યું છે.
કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા માસ્ક પહેર્યા વગરનાં લોકોને દંડ કરવામાં આવ્યાં ઉપરાંત છ દુકાનો સીલ કરી 7 હજારનો દંડ વસુલ કરવામાં આવયો હતો. આ કામગીરીમાં ચિફ ઓફિસર શ્રી નસીત, નાયબ મામલતદાર શ્રી વિસાણી, શ્રી વરૂ, શ્રી ખીમસુરીયા અને આરોગ્ય ટીમ તથા પાલિકાનાં અધિકારીઓએ ફરજ બજાવી હતી.