બહુ જલ્દી ડિજિટલ કરન્સી આપણી સામે હશે!!

તા. ૩.૧૧.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૯ કારતક સુદ દશમ, શતતારા   નક્ષત્ર, વૃદ્ધિ યોગ, તૈતિલ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ)            : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ મંગળ શનિ ષડાષ્ટક યોગમાં અનેક દેશ વચ્ચે ઘર્ષણ વધ્યું છે અને માહોલ વધુને વધુ બગડતો જોવા મળે છે તો બીજી તરફ આ જ મંગળ ખેલજગતમાં અવનવા ઇતિહાસ રચી રહ્યો છે. આ બધાની વચ્ચે  હાલમાં સરકાર ઈ-રૂપિયો લાવવાના પાઇલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને બહુ જલ્દી આ ડિજિટલ કરન્સી આપણી સામે હશે!! પરંતુ તેને સ્પર્શ નહિ કરી શકાય અને માટે જ આપણે ડિજિટલ કરન્સીને આભાસી મુદ્રા કહીએ છીએ જે વસ્તુને સ્પર્શ નથી કરી શકાતો તે રાહુના અધિપત્યમાં આવે છે જેમ કે આપણે વાઇ ફાઈ વાપરીએ છે અને ડેટા પ્રાપ્ત થાય છે પણ તેને સ્પર્શ નથી કરી શકાતો એ રીતે આ બધી બાબતો રાહુની અસરમાં આવે છે અને આમે  રાહુએ મુદ્રા માં રહેવાનું વચન પરમાત્મા પાસે થી લીધું હતું અને તેથી જ આપણે હંમેશા કહીએ છીએ કે લક્ષ્મીજી હમેશા તેના સારા નરસા પેકેજ સાથે જ આવે છે!!! અત્રે એક વાત નોંધવી રહી કે ડિજિટલ વ્યવહાર પહેલા જયારે ચલણી નોટો સર્વેસર્વા હતી ત્યારે જે લોકો કરોડપતિ હતા એમાં ના  ઘણા ડિજિટલ વ્યવહાર પછી પાછા પડ્યા ના દાખલ છે તો કેટલાક ને ડિજિટલ વ્યવહાર ફળ્યા છે અને હવે આવનારા દિવસોમાં જયારે સમગ્ર વિશ્વમાં ડિજિટલ કરન્સીનો ડંકો વાગશે ત્યારે તમારો રાહુ કેટલો બળવાન કે નબળો છે તેના આધારે તમારો લાભ જોઈ શકાશે.