બાબરાનાં વેપારીને વ્યાજખોરોએ ધમકી આપી

અમરેલી,
બાબરામાં ત્રણ ટકા લેખે લીધેલ રકમ પરત ન આપતા બાબરાનાં વેપારીને વ્યાજખોરોએ ધમકકી આપતા બાબરાનાં મુસાભાઇ પરમાર સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બાબરાના ચમારડી ઝાપા પાસે રહેતા જુનેદભાઇ નુરાભાઇ ગોગદાએ અગરબતીના વેપાર માટે મસાભાઇ જીવાભાઇ પરમાર ફૈજલભાઇ મુસાભાઇ પરમાર અને કેહુરભાઇ ડેર પાસેથી રોકડા બે લાખ 3 ટકા પ્રમાણે લીધા હોય જે શરત મુજબ 10 માસમાં પરત ન આપી શકતા અને દોઢ લાખ જેવુ વ્યાજ ચુકવેલ હોવા છતા મુદલ અને બાકીના વ્યાજની ઉઘરાણી કરી ખોટો ચેક કેહુરભાઇએ 4 લાખ ભરી બેંકમાં નાખતા બાઉન્સ કરાવી ઉભા ઉભા પૈસા આપવા પડે તેવા માણસો મારી પાસે છે તેવી ધમકી આપ્યાની ફરિયાદ બાબરા પોલીસમાં થઇ છે.