બાબરાના લાલકાની સીમમાં જુગાર રમતા સાત ઝડપાયા

બાબરા,
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારીના અમરેલી જીલ્લામાથી જુગાર/દારૂની બદી દુર કરવામાટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ હેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી આર.ડી.ચૌધરી બાબરા પો.સ્ટેનાઓની સુચના અને માર્ગદર્શન નીચે એ.એસ.આઇ જયદેવભાઇ આર.હેરમા તથા પો.કોન્સ મહાવિરસિંહ બી. સિંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી.રાઠોડ તથા પો.કોન્સ રામદેવસિંહ બી.સરવૈયા તથા પો.કોન્સ ગોકુળભાઇ એમ.રાતડીયા એ રીતેના પો.સ્ટાફ સાથે લાલકા ગામે હનુમાન ઢોરાની સીમમાં વિક્રમભાઇ ગોરધનભાઇ વાધેલાની વાડી પાસે જાહેરમા હારજીતનો જુગાર રમતા સાતેય પતા પ્રમીઓને રોકડ રકમ રૂ.21,200/- ના મુદામાલ સાથે ધીરૂભાઇ લીંબાભાઇ રાઠોડ, લાલજીભાઇ તળશીભાઇ સરીયા, મનુભાઇ ધનજીભાઇ સાકળીયા, ભરતભાઇ છગનભાઇ સોલંકી, હરેશભાઇ જીવાભાઇ રાઠોડ, ભુપતભાઇ ખોડાભાઇ શીયાળ, સુરેશભાઇ ભવાનભાઇ ભડાણીયાને પકડી પાડી તેઓના વિરૂધ્ધમા બાબરા પોસ્ટેમા જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ .