બેલ્જીયમમાં આઇઆરયુને સંબોધતા શ્રી સંઘાણી

અમરેલી,
ભારત સહકારી પ્રવૃતિ માટેનુ મધ્યબિન્દુ છે અને તેથી જ આ ક્ષેત્રનો ભરપુર લાભ ઉઠાવી તેના દ્રારા રોજગારી મેળવીને પિરવાર અને રાજયને સમૃધ્ધ બનાવવાના ઉદે્શ સાથે કૃષિ,ખાતર નેનો યુિરયા, ઘઉ, ડાંગર, મત્સ્યોદ્યોગ અને શેરડી-ખાંડ સહિતના અનેક સેકટરમાં સહકારી ક્ષેત્રના મંડાણને સાથે બેલ્જીયમ ખાતે ઈન્ટર નેશનલ રાયફિસેન યુનિયન ( આઈ.આર.યુ) બોર્ડ-પ્રેસિડિયમ અને એકઝીક્યુટીવ બેઠકને સંબોધતા રાષ્ટ્રિય સહકા2ી અગ્રણી અને ઈફકો-એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણીઉ જણાવેલ છે. બેલ્જીયમ ખાતે પિરસંવાદને સંબોધતા સંઘાણીએ સવિષેશ જણાવેલ કે, સહકારી પ્રવૃતિનો વિકાસ સમગ્ર વિશ્ર્વને લાભકારક સાબિત થશે.
કૃષિ-ખેતિને ફાયદા સાથે સહકારી પ્રવૃતિઓ વ્યવસાયીક એકમોમા સામેલ થાય, અદ્યતન ટેકનોલોજીને ભાવનાત્મક ઉદેશ સાથે દેશના વિવિધ ક્ષેત્રના વિકાસમા હિસ્સેદાર બને તેવી જુસ્સાદાર અપીલ સાથે ક્સિાનો-શ્રમીકો સહકા2ી પ્રવૃતિના મુખ્ય હિસ્સેદાર બની પશુપાલન વ્યવસાય સાથેની નિકટતાની યાદ અપાવીને ઉદ્ગમ સ્થાન તરીકે બિરદાવેલ હતુ. રાષ્ટ્રિય સહકારી માળખાકીય પ્રવૃતિ, વ્યાપાર અને રોજગારી અંગેની ઉપલબ્ધતા અંગે રાજયોના સહકારી આગેવાનો સાથે વિશેષ માહિતીઓ આદાન-પ્રદાન કરી હતી સાથોસાથ આ પ્રવૃતિને વેગવંતિ બનાવવા, વ્યાપારધોરણ,મહિલાઓમા જન જાગૃતિ માટે માર્ગદર્શન મેળવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશ-વિદેશમા સહકારી પ્રવૃતિને વેગવંતી બનાવવા સકા2ાત્મક બદલાવની આશા સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમા સંઘાણી સાથે ૈંઇેંના પ્રેસીડેન્ટ થેન્ડી ડિપીકેરે, શભેૈંંના ડેપ્યુટી એકઝી.ચીફ ઓફીસર સાવિત્રી સિંગ ઉપસ્થિત રહયા હોવાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.