તા. ૧૧.૧.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ ચોથ, મઘા નક્ષત્ર, આયુષ્ય યોગ,કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકોએ ગુલાબી કે લાલ વસ્ત્ર, ગાયનું ઘી, શેરડી, ગોળ ,ઘઉં, સુવર્ણ, મસૂર, કાળા તલ, મગફળીના દાણા સાબુદાણા, સુખડીનું દાન કરવું.પાણી માં લાલ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, તાજા ફળ, ચાંદી, સફેદ તલ, વાલ, અખરોટ, ચંદન-સુખડનું દાન કરવું.પાણી માં સફેદ ફૂલ,સાકાર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ લીલું વસ્ત્ર, મગ, ઘાસચારો, શાકભાજી,શેરડી,કાળા તલ, ફટકડી, તાંબાના વાસણ, મહેંદી, બદામનું દાન કરવું.પાણી માં દુર્વા,ગંગાજળ અને મગ પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
કર્ક (ડ,હ) : કર્ક રાશિના જાતકોએ સફેદ કે ક્રીમ વસ્ત્ર, ચાંદી, ચાંદીના વાસણ, આમળા, કાજુ, તાજા ફળ, મોતી, મોતીના આભૂષણ, દૂધ, દહીં, ઘી સફેદ તલ, ચોખાનું દાન કરવું.પાણી માં સફેદ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ તાજા ફળ, નારંગી વસ્ત્ર,સુવર્ણ, મકાઈ, મરચા, પિસ્તા, ઘઉં, સુખડી, ગોળ, શેરડી સફેદ તલ, સૂર્ય પ્રતિમાનું દાન કરવું.પાણી માં સૂર્યમુખી ફૂલ,ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
કન્યા (પ ,ઠ ,ણ ): કન્યા રાશિના જાતકોએ લીલું વસ્ત્ર ,મગ, ઘાસચારો, શાકભાજી, શેરડી, કાળા તલ, ફટકડી, તાંબાના વાસણ, મહેંદી, બદામ,ચણોઠીનું દાન કરવું.પાણી માં દહીં,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
તુલા (ર,ત) : તુલા રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, ફળ, ચાંદી, સફેદ તલ, વાલ, અખરોટ, ચંદન-સુખડ,હીરાનું દાન કરવું.પાણી માં દૂધ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
વૃશ્ચિક (ન ,ય) : વૃશ્ચિક રાશિના જાતકો એ લાલ કે ગુલાબી વસ્ત્ર,ગાયનું ઘી, શેરડી, ગોળ, સુવર્ણ, મસૂર,કાળા તલ,સાબુદાણા ,સુખડી નું દાન કરવું.પાણી માં લાલ ફૂલ,કંકુ,ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : ધન રાશિના જાતકો એ પીળું વસ્ત્ર,સુવર્ણ, વિદ્યાર્થી ને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી, ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, શ્રીફળ, દેવની પ્રતિમા, તુલસી માલાનું દાન કરવું.પાણી માં પીળા ફૂલ,હળદર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
મકર (ખ ,જ ) : મકર રાશિના જાતકોએ કાળું કે ડાર્ક કલરનું વસ્ત્ર, કાળા તલ, અડદ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલ નું તેલ,ફાનસનું દાન કરવું.પાણી માં મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
કુંભ (ગ ,સ,શ ) : કુમ્ભ રાશિના જાતકોએ કાળું કે ડાર્ક કલરનું વસ્ત્ર, કાળા તલ, અડદ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલનું તેલ, પથારીનું દાન કરવું.પાણી માં ઘી,સાકાર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
મીન (દ ,ચ ,ઝ ,થ) : મીન રાશિના જાતકોએ પીળું વસ્ત્ર, સુવર્ણ, વિદ્યાર્થીને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી,ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, શ્રીફળ, દેવની પ્રતિમા, ધાર્મિક પુસ્તકનું દાન કરવું.પાણી માં પીળું ફૂલ,હળદર ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.