કોરોડો રૂપિયાની અઘોષિત, ગેરકાયદૃેસર અને બિનહિસાબી સંપત્તિ એટલે કે દૃેશની અંદર છૂપાયેલી બ્લેક મનીને પકડવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઇક્ધમટેક્સ વિભાગ માટે આ વર્ષ અત્યાર સુધી ખૂબ જ સફળ રહૃાું છે. તાજેતરમાં કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીની વાત કરીએ તો ઇક્ધમટેક્સ વિભાગ દ્વારા મહારાષ્ટ્રના જાલનામાં ૩ ઓગસ્ટના એક ઉદ્યોગપતિના સ્થળો પર પાડેલા દરોડામાં ૫૮ કરોડ રૂપિયા રોકડ અને ૩૨ કિલો સોના સહિત કુલ ૩૯૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કોરાબારી ઘણા સમયથી ઇક્ધમટેક્સ વિભાગની રડાર પર હતો. પાક્કી માહિતી બાદ ઇક્ધમટેક્સ વિભાગના લગભગ ૪૦૦ અધિકારીઓ અને કર્મચારીઓને આ કારોબારીના ઘણા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા. આઇટી વિભાગના અધિકારીઓએ સ્ટીલ કારોબારીની કંપનીઓ અને ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઘણા મહત્વના દસ્તાવેજો, ૩૨ કિલો સોનું અને ૫૮ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઇક્ધટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં ટીમને કુલ ૩૯૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૩ ઓગસ્ટની સવારે ઇક્ધમટેક્સ વિભાગની ૧૦૦ થી વધુ ગાડીઓ જાલનામાં જોવા મળી હતી. આ ગાડીઓ પર લગ્ન સમારોહના સ્ટીકર લાગ્યા હતા. આ ગાડીઓ પર રાહુલ વેડ્સ અંજલિના સ્ટિકર લાગ્યા હતા. ૧૦૦ થી વધુ ગાડીઓમાં ૪૦૦ થી વધારે ઇક્ધમટેક્સ અધિકારી અને કર્મચારી હતા. ગાડીઓના આટલા મોટા કાફલાને જોઈ પહેલા તો જાલનાના રહેવાસીઓ કંઈ સમજી શક્યા ન હતા. તેમને એવું લાગી રહૃાું હતું કે, આ ગાડીઓ કોઈના લગ્ન સમારોહ માટે આવી હશે. પરંતુ આ સાવન મહિનામાં લગ્ન સમારોહની વાત લોકોને કંઈક અજીબ લાગી હતી. જોકે, થોડીવાર પછી જાણવા મળ્યું કે, ૧૦૦ થી વધુ ગાડીઓમાં સવાર લોકો આઇટીના અધિકારી છે અને આ મહેમાન લગ્ન સમારોહમાં નહીં પરંતુ દરોડા પાડવા માટે આવ્યા હતા. આ વર્ષે કરોડો રૂપિયા જપ્ત કરવાની શરૂઆત યુપીના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના કન્નોજ અને કાનપુર સ્થિત સ્થળો પરથી કરવામાં આવી હતી. જે બાદ આ સરકારી એજન્સિઓની ચુંગાલમાં ઘણા લોકો ફસાયા છે. આઇટી દરોડાની કાર્યવાહી આગળ ઇલેક્ટ્રોનિક સિટી નોઈડાથી થઈને દૃેશના અન્ય રાજ્યો સુધી પહોંચી. અન્ય કેટલીક મોટી બ્લેક મનીની વાત કરીએ તો આઇટી અને ઇડીની ટીમ ત્યારબાદ કોલકાતા પહોંચી જ્યાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેબિનેટના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને પાર્થની નજીકની અર્પિતા મુખર્જીના સ્થળો પર શિક્ષક ભરતી કૌભાંડમાં પાડવામાં આવેલા દૃરોડા દરમિયાન ૫૫ કરોડથી વધારે બિનહિસાબી સંપત્તિ રિકવર કરવામાં આવી. ત્યારબાદ ચેન્નાઈ સહિત દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં એક સાથે ઘણા ફિલ્મ નિર્માતાઓ, ફાઈનાન્સરો અને ડિસ્ટ્રીબ્યૂટર્સને સકંજામાં લેવામાં આવ્યા હતા. હવે તપાસ મહારાષ્ટ્ર પહોંચી જ્યાં એક કારોબારીના ઘરથી મળેલી મોટી રોકડ રકમ ગણવા માટે મશીનો પણ મંગાવા પડ્યા.