મહિલા આઈપીએલની સૌપ્રથમ આવૃત્તિનો માર્ચ ૨૦૨૩ના રોજ થશે પ્રારંભ

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મહિલા આઈપીએલની સૌપ્રથમ આવૃત્તિનો માર્ચ ૨૦૨૩ના રોજ પ્રારંભ થશે જેમાં પાંચ ટીમો ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની એક નોંધ મુજબ ટૂર્નામેન્ટમાં ૨૦ લીગ મેચ રમાશે જેમાં દરેક ટીમો બે વખત એકબીજાની સામે રમશે. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમો વચ્ચે એલિમિનેટર મુકાબલો યોજાશે. બીસીસીઆઈના જણાવ્યા મુજબ પ્રત્યેક ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મહત્તમ પાંચ વિદૃેશી ખેલાડીઓ રાખી શકશે. સ્થાનિક તેમજ આંતરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવી રાખવા અને વધુ પ્રતિસ્પર્ધી ટીમ તૈયાર કરવાના હેતુથી વિમેન્સ આઈપીએલમાં હાલમાં પાંચ ટીમો રાખવાનો નિર્ણય લેવાયો છે. દરેક ટીમમાં ૧૮ ખેલાડીઓ રાખી શકાશે અને કોઈપણ ટીમમાં છથી વધુ વિદૃેશી ખેલાડી રાખી શકાશે નહીં. વિમેન્સ આઈપીએલમાં દરેક ટીમમાં આઈસીસીના પૂર્ણકાલિન સભ્યો દૃેશો અને એક ખેલાડી આઈસીસીના એસોસિયેટ સભ્ય દૃેશોમાંથી હશે. ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ અને બ્રિટનમાં ધ હન્ડ્રેડમાં પણ ત્રણથી વધુ વિદૃેશી ખેલાડીઓને રાખવાની છૂટ નથી. આ લીગમાં પ્રત્યેક ટીમમાં ૧૫ ખેલાડીઓ હોય છે. વિમેન્સ આઈપીએલમાં ટીમોની સંખ્યા ઓછી હોવાથી હોમ અને અવે ગ્રાઉન્ડ પર મેચોનું આયોજન કરવું સંભવ નહીં થાય તે અંગે પણ બોર્ડ વિચારણા કરી રહૃાું છે. વિમેન્સ આઈપીએલનું આયોજન નવથી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર મહિલા ટી૨૦ વિશ્ર્વ કપ બાદ થઈ શકે છે. બીસીસીઆઈના મતે વિમેન્સ આઈપીએલની પ્રથમ આવૃત્તિમાં ટીમોની સંખ્યા મર્યાદિત્ત હોવાથી હોમ અને અવે મેદાનમાં મેચનું આયોજન કરવું પડકારજનક છે. જેને પગલે એવું સુચન કરવામાં આવ્યું છે કે પ્રથમ ૧૦ મેચ એક સ્થળ પર યોજવામાં આવે જ્યારે બાકીની ૧૦ મેચો અન્ય સ્થળે રમાડવામાં આવે. ટીમોનું ઓક્શન ક્ષેત્રીય સ્તરે થઈ શકે છે, બોર્ડ દરેક ક્ષેત્રના બે શહેરોની પસંદગી કરી રહૃાું છે. જેમાં ધરમશાલા/જમ્મુ (ઉત્તર), પુણે/રાજકોટ (પશ્ર્ચિમ), ઈન્દૃોર/નાગપુર/રાયપુર (મધ્ય), રાંચી/કટક (પૂર્વ), કોચી/વિશાખાપટ્ટનમ (દક્ષિણ), અને ગુવાહાટી (ઉત્તર-પૂર્વ)નો સમાવેશ થાય છે.