રાજદ્રોહ કેસ: કંગનાએ પૂછ્યુ- શા માટે મને ટોર્ચર કરવામાં આવી રહી છે?

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની કાયદાકીય લડત ખત્મ થવાનું નામ નથી લઈ રહી, તેઓ પોતાના ઘરને લઈને બીએમસી સામે લડત આપી રહી છે, આ મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં બીજી તરફ કંગનાને હવે બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું છે, કંગના પર બોલિવુડમાં પોતાના ટ્વિટ્સ દ્વારા નફરત ફેલાવાનો આરોપ લાગ્યો છે, જેમાં જણાવાવામાં આવ્યું છે કે તેમણે હિંદુ-મુસ્લિમ નામ પર માહોલને બગાડ્યું છે.

આ તમામ આરોપ કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ સઈદે લગાવ્યા છે. ત્યાર બાદ બાન્દ્રા કોર્ટના આદેશ પર અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન વિરુદ્ઘ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, અને તેમને પોલિસની કાર્યવાહીમાં સહયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પરંતુ પોલિસ દ્વારા સતત ૩ સમન્સ પાઠવ્યા બાદ પણ કંગના અને રંગોલી તપાસમાં શામેલ થઈ નહી.