રાજુલામાં શીપયાર્ડનાં ભંગારમાં કસ્ટર ડ્યુટી ચોરીનું લાખોનું કૌભાંડ

રાજુલા,

રાજુલા શીપયાર્ડનાં ઇ કોમ્પલેક્ષમાંથી એસીઝેડ વિસ્તારમાંથી કસ્ટમ ડયુટી ભર્યા વિના ક્રેનનો ભંગાર લઇ જઇ સરકારને કસ્ટમ ડયુટીનુંનુકશાન કર્યુ છે કોન્ટ્રાક્ટરે લાખો રૂપીયાની સ્ટેમ્પ ડયુટીની ચોરી કર્યાની તપાસ કરવા સાવરકુંડલાના ડીવાયએસપી ને રજુઆત કરી છે અને જણાવ્યુ છે કે એસીઝેડમાં 20 વર્ષથી પડેલી ક્રેનનો ભંગાર કરી સરકારને સ્ટેમ્પ ડયુટીનું ભારે નુકશાન કર્યુ છે કસ્ટમ સ્ટેમ્પ ડયુટીનું કૌભાંડ થઇ રહયાના આક્ષેપો સાથે નાણાકીય ગેરરિતી થયાના આક્ષેપો પણ કર્યા છે અને અરજદાર વિજય તેરૈયાએ જણાવ્યુ છે કે નિયમ મુજબ સ્ટેમ્પ ડયુટી ભર્યા પછી જ ઉપાડવાનું હોય પરંતુ આ ક્રેનનાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ આધાર કે પહોંચ નથી અને ગોળ ગોળ કાગળીયાઓ છે તેવો જવાબ આપ્યો છે હાલમાં 12 જેટલી ટ્રેલરો દ્વારા ક્રેનના ટુકડા કરી લઇ જવામાં આવ્યા છે તેમજ આ કોન્ટ્રાક્ટર રાત્રીના કોઇ ન હોય ત્યારે અને જાહેર રજા હોય તો પણ ટ્રેલરો મારફત લઇ જાય છે ઓરીજનલ કસ્ટમના કાગળો સ્ટેમ્પ ડયુટી વગેરે તપાસ કરવા અને અગાઉ 10 ટ્રેલરો ભરી રાત્રીના લઇ ગયા તેની પણ સ્ટેમ્પ ડયુટી ભરી નથી આમ લાખો રૂપીયાનું નુકશાન સરકારને થયુ છે. તેથી પગલા લેવા તેમજ એસીઝેડ વિસ્તાર ઇ કોમ્પલેક્ષ હોવા છતા કસ્ટમ જેવુ કશુ નથી સરકારની કોઇ બીક વિના ઓવરલોડ રોડ ટેક્સ અને હીંડોરણા પુલ સરકારે બંધ કર્યો છતા ભારે વાહનો હંકારવામાં આવે છે કોઇ દુર્ઘટના થાય તો જવાબદારી કોની તેની પણ તપાસ કરી કાર્યવાહી કરવા વિજય બી. તેરૈયાએ ડીવાયએસપીને અરજી પાઠવી હોવાનું જણાવ્યુ .