રાજુલા પંથકમાં ખેડૂતના ખેતરમાં 2 માસથી જેટકો લાઇન પડી છે પણ અધિકારીઓ આવતા જ નથી

વાવાજોડાને 2 માસ કરતા વધુ સમય વીત્યો છતા હજુ વિજ પુરવઠો શરૂ થયો નથી

રાજુલા,
અમરેલી જિલ્લામા આવેલ તાઉતે વાવાજોડા બાદ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો અને આદેશો કરી સૂચના ઓ આપી હતી પીજીવીસીએલના ખુદ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ વિસ્તારમાં 2 વખત મુલાકાત લીધી હતી પરંતુ અધિકારી ઓ જાણે સૂચના ઓ ખોળી પિય જતા હોય તેમ કોઈ પાલન થતુ નથી અને મેનેજમેન્ટ અને સંકલનના અભાવે અનેક નાના મોટા ખેડૂતો હજુ છેવડામાં ગામોમાં પરેશાન છે જ્યારે વાત સાંભળી ચોકી જશો રાજુલા તાલુકાના ભચાદર ઉંચેયા વચ્ચે આવેલ ખેડૂત નરેશભાઈ રાણીગભાઈ ધાખડાની વાડીમા જેટકો ની લાઈન વાવાજોડા સમયે પડી ગઈ છે 2 મહિના કરતા વધુ સમય થયો તેમ છતા હજુ કોઈ ફરકતા નહિ ખેડૂત દ્વારા રોષ વ્યક્ત કર્યો છે જ્યારે અહીં આસપાસ અનેક ગામડામા આ પ્રકારની સમસ્યા ઓ જોવા મળી રહી છે બીજી તરફ આ લાઈન બરાબર સેન્ટર મા વચ્ચે પડી હોવાને કારણે ખેડૂત કોઈ વાવેતર કરી શકતા નથી અને ભારે નુકસાન ગયુ છે અહીં ખેડૂતનો પાક નું વાવેતર પણ આ લાઈનના કારણે ન થયો હોવાનો આક્ષેપ કર્યો છે બીજી તરફ જેટકોના ઓફિસરો કર્મચારી ઓ આ ખેડૂતની વાડી માં શુ સ્થિતિ છે લાઈન કેવી રીતે પડી ગઈ છે તેની જોવા માટે તસ્દી પણ લીધી નથી ત્યારે ખેડૂત નરેશભાઈ ધાખડાની માંગણી છે તાકીદે પહેલા આ લાઈન ઉભી કરી વળતર આપે તો ખેતીમાં અન્ય પાક નું વાવેતર કરી શકે તેવી માંગણી કરી કરી છે.