લીલીયાના મોટા કણકોટમા પૈસાની લેતી દેતી પ્રશ્ર્ને મહિલાનું સારવાર દરમ્યાન મોત

અમરેલી

લીલીયાના મોટા કણકોટની સીમમાં પૈસાની લેતી દેતી પ્રશ્ર્ને માથાકુટ થતા લાલુભાઈ સુરતિયાભાઈ કટારિયા ના પત્નિ પરમબેન ઉવ. 21 ને ગણકર હિરૂ માવીભાઈ એ માથામાં ધોકા વડે માર મારી ગંભીર ઈજા કરતા અલગ અલગ જગ્યાએ સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું લીલીયા પોલિસ માં જાહેર થતા પોલિસે ખુનનો ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ પી. એસ. આઈ. એમ .ડી. ગોહિલ ચલાવી રહયા છે.