વડીયાના સીમ વિસ્તારોમાં ત્રણ મહીનાથી સાવજના ધામા

વડીયા ,
છેલ્લા ત્રણ મહિના ઉપરના સમય થી વડીયા પંથકના ગ્રામ્યમાં 8 થી 9 સિંહોનું ટોળું આવી ચડ્યું છે અને ખેડૂતો ફફડી રહયા છે રાત્રીની લાઈટ અને ઉપરથી સાવજોના આટાફેરાથી ખેડૂત ડરી રહયા છે ત્યારે ગત મોડી રાત્રીની વડીયા ગામના પાદરમાં કહી શકાય અને ડેમ નજીક આવેલ ખેડૂતના ખેતરે ખેડૂતના ઘઉં નો ઢગલો પડ્યો હતો અને ખેડૂત પોતાના ખેતરે પોતાના પાકનું રખોપુ કરવા માટે ખાટલો નાખીને સુતા હતા એ દરમ્યાન ખળભળાટ થતા ખેડૂતે લાઈટ કરીને જોયું તો થોડે દુર બે સિંહો ઉભા હતા અને તેમના ખાટલા નજીક બે સિંહના બચ્ચાં જોઈને ખેડૂત હાફળો ફાફળો થઈને ડરી ને ભાગ્યો જો કે ખેડૂતના જણાવ્યા અનુસાર તે બે ત્રણ આળગોઠીયા ખાઈ ગયા અને તાબડતોબ પોતાના ઘરે આવી ગયા અને તેમના કૌટુંબિક ભાઈ અને પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરીયા ને વાત જણાવી અને બે ત્રણ ખેડૂતો ફરી ખેતર જઈને તપાસ કરી અને પાકના ઢગલાને ઢાંકીને આવતા રહ્યા હતા ત્યારે પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ મહિના ઉપરના સમયથી અહીં રેવન્યુ વિસ્તારોમાં સિંહોનું ટોળું આવિચડતા ખેડૂતો ફફડી રહયા છે અને દિવસ પાળી લાઈટની માંગણી કરી રહયા છે ત્યારે ખેડૂતોએ કોઈ દિવસ આ વિસ્તારોમાં સાવજોના ટોળાં જોયા નથી અને રાત્રીના લાઈટો ઉપરથી માવઠાનો ભય ખેડૂતો રાત્રીના ખેતરોએ જતા આવતા ડરી રહયા છે ત્યારે ખેડૂતના ખેતરે સિંહ નજીક આવી ગયા એ ખેડૂત જણાવે છે.વેલજીભાઈ ઢોલરીયા ખેડૂત,વડીયાએક તરફ માવઠાનો ભય રાત્રીની લાઈટો અને રેવન્યુ વિસ્તારમાં 8 થી 9 સિંહોનું ટોળું વડીયા,મોરવાડા અને ખાન ખીજડિયાના ખેડૂતો સાવજોના ફફડાટ વચ્ચે દિવસની લાઈટ કરવાની સરકારને વિનંતીઓ કરી રહયા છે.