વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબીમુક્ત બનાવવાનું પ્રધાનમંત્રી મોદૃીનું વિઝન

નવીદિૃલ્હી,તા.૨૪
ટીબી રોગ એ માત્ર જાહેર આરોગ્યની જ સમસ્યા નથી. તે દૃેશ તેમજ સમાજની આર્થિક અને સામાજિક સમસ્યા પણ છે. ટીબી (ક્ષય) માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી થતો ચેપી પ્રકારનો રોગ છે. આ રોગ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. તેમ છતાં શરીરના અન્ય ભાગમાં પણ ટીબી થઈ શકે છે. ક્ષયરોગના સૂક્ષ્મ જીવાણું જ્યારે ફેફસાંને અસર કરે છે તેને ફેફસાંનો ક્ષય કહેવાય છે. ફેફસાં સિવાયના અન્ય શરીરના ભાગના ટીબીને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે, તે લસીકા ગ્રંથિ, હાડકા, સાંધા, મૂત્ર જનન માર્ગ અને ચેતા તંત્ર, આંતરડા વગેરેમાં જોવા મળે છે. સામાન્ય પ્રકારના ટીબી રોગનું નિદૃાન દૃર્દૃીની બે ગળફાની માઇક્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે. જેના માટે રાજ્યમાં તમામ શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તમામ સરકારી હોસ્પિટલ ખાતે ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટર કાર્યરત છે, જેમાં ટીબી રોગનું નિદૃાન નિ: શુલ્ક થાય છે. તદૃઉપરાંત હઠીલા ટીબીના નિદૃાન માટે વડોદૃરા શહેર અને જિલ્લામાં ૫ સીબીનાટ મશીન અને ૬ ટ્રૂનાટ મશીનની સુવિધાયુક્ત લેબોરેટરી પણ કાર્યરત છે. આ રોગની સારવાર તમામ સરકારી દૃવાખાનામાં નિ:શુલ્ક ઉપલબ્ધ છે. સામાન્ય પ્રકારના ટીબીની સારવાર ૬ માસની હોય છે જ્યારે ગંભીર પ્રકારના ટીબીની સારવાર ૯ થી ૨૪ મહિનાની હોય છે. ટીબીના દૃર્દૃીઓને તાલીમબદ્ધ આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, કોમ્યુનીટી વોલિન્ટિયર, ટીબીથી સાજા થયેલ દૃર્દૃીઓ વગેરે જેવા ડૉટ્સ પ્રોવાઈડર દ્વારા નજર સમક્ષ ટૂંકા ગાળાની સારવાર દૃર્દૃીના રહેઠાણથી નજીક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ટીબી રોગની નિયમિત સારવાર લેવામાં આવે તો ટીબી ચોક્કસ મટી શકે છે. સારવાર ન લેતા હોય તેવા દૃર્દૃી જ્યારે ખાંસી કે છીંક ખાય છે, ત્યારે ટીબીના જંતુને બારીક છાંટાના રૂપમાં હવામાં ફેંકાય છે અને તે અન્ય તંદૃુરસ્ત વ્યક્તિને પણ આનો ચેપ લગાડી શકે છે. વર્ષ ૧૮૮૨ ની ૨૪મી માર્ચના રોજ ડો. રોબર્ટ કોક નામનાં વૈજ્ઞાનિકે ટીબી રોગ થવા માટે કારણભૂત ટીબીનાં જંતુ ?માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ? ની શોધ કરી હતી. જેથી દૃર વર્ષે તા. ૨૪મી માર્ચને ‘વિશ્ર્વ ક્ષય દિૃન તરીકે ઉજવવામાં આવે છે. જેના થકી ટીબીના રોગને કાબૂમાં લેવા માટે તેના વિરુદ્ધની લડતમાં જનભાગીદૃારીને સક્રિય બનાવવા માટે દૃર વર્ષે ભારત સરકારના સેન્ટ્રલ ટીબી ડીવીઝન મારફતે વિસ્તૃત કાર્યક્રમ તથા જરૂરી સૂચનો અને સૂત્રો આપવામાં આવે છે. આ વર્ષની વિશ્ર્વ ક્ષય દિૃવસની થીમ છે – ‘રૂીજ ઉઈ ઝ્રટ્ઠહ ઈહઙ્ઘ ્મ્ (હા , આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ). ગ્લોબલ ટીબી રીપોર્ટ-૨૦૨૨ મુજબ ભારતમાં વિશ્ર્વના ચોથા ભાગના ટીબીના કેસ મળી રહૃાા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં કુલ ૧,૫૧,૮૮૧ ટીબીના દૃર્દૃીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી, ૮૬૫૩ ટીબીના દૃર્દૃીઓ વડોદૃરા શહેર-જિલ્લાના છે.વડોદૃરા શહેર જિલ્લામાં વર્ષ – ૨૦૨૨માં ટીબીના ૭૪૫૫ દૃર્દૃીઓ સાજા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દૃર્દૃીઓને ઝડપી ઓળખ કરવા માટે જન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહૃાા છે. જે દૃર્દૃીઓને ૨ અઠવાડીયાથી વધારે ખાંસી હોય, વજનમાં ઘટાડો થતો હોય, ઝીણો તાવ આવતો હોય, રાત્રે પરસેવો થતો હોય – જેવા ટીબીના શંકાસ્પદૃ લક્ષણો હોય તેવા દૃર્દૃીઓને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિદૃાન કરાવવામાં આવી રહૃાું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની ફેરણી દૃરમિયાન પણ ટીબી રોગના શંકાસ્પદૃ દૃર્દૃીઓ શોધી તેઓને વહેલાસર નિદૃાન માટે માર્ગદૃર્શન આપવામાં આવી રહૃાું છે. ટીબીના લક્ષણો અંગે જાણકારી વધે, ઉપલબ્ધ સેવાઓનો વ્યાપ વધે, ટીબી નિયમિત સારવારથી ચોક્કસ મટી શકે તે બાબતે જનજાગૃતિ વધે અને સામુદૃાયિક ભાગીદૃારી વધે તે માટે દૃરેક શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દૃર મહિનાની ૨૪ તારીખે ‘નિક્ષય દિૃવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દૃર્દૃીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાં સુધી દૃર મહીને રુ. ૫૦૦/- ની સહાય ડીબીટી માધ્યમથી પૂરી પાડવામાં આવે છે. ટીબી નિર્મૂલન કામગીરીને વેગ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન” નામની નવીન પહેલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ટીબીના દૃર્દૃીઓને કોર્પોરેટ સેક્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, ચૂંટાયેલા જનૃપ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, સંસ્થાઓ દ્વારા પોષણયુક્ત આહાર, વોકેશનલ સપોર્ટ, નિદૃાન અને અન્ય જરુરીયાત મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદૃરા શહેર અને જિલ્લામાં વિવિધ દૃાતાઓ તેમજ નિક્ષય મિત્ર દ્વારા અંદૃાજે ૧૫૨૫ થી વધારે દૃર્દૃીઓને દૃર મહિને પોષણ કીટ આપવામાં આવે છે. વધુને વધુ કોર્પોરેટ સેક્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંસ્થાઓ નિક્ષય મિત્ર બની ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં જોડાય તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહૃાા છે. ટીબી રોગ અટકાયત માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી ‘ટીબી પ્રીવેન્ટીવ ટ્રીટમેન્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફેફસાંના ટીબીના દૃર્દૃીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરી તેઓને ભવિષ્યમાં ટીબી ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૫ સુધી ભારતમાંથી ટીબીને નાબૂદૃ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી સુપેરે કામ કરી રહી છે..