ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદાનો પર ધૂમ મચાવી રહી છે. દરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં યુવાન ભારતીયોની રમતે પ્રશંસનીય દૃેખાવ કર્યો છે. રાજસ્થાન રોટલ્સનો સંજુ સેમસન શાનદાર રમત દાખવી રહૃાો છે. તેણે ત્રણમાંથી બે મેચમાં આક્રમક અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
સંજુની આક્રમક રમતથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના પ્રભાવિત થઈ ગઈ છે. સંજુને કારણે જ મંધાનાએ IPLમાંરાજસ્થાન રોયલ્સને સમર્થન આપવાની શરૂઆત કરી દીધી છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જે રીતે યુવાનો બેટિંગ કરી રહૃાા છે તે પ્રેરક છે. મને લાગે છે તે જે રીતે સંજુ સેમસન બેટિંગ કરી રહૃાો છે તેનાથી હું તેની પ્રશંસક બની ગઈ છું.
તેણે ઉમેર્યું છે કે, સંજુ સેમસનને કારણે જ હું રાજસ્થાન રોયલ્સની ફેન બની ગઈ છું. જે કોઈ સારી બેટિંગ કરે તેનાથી પ્રભાવિત થઈને હું તેમાંથી કાંઇક શીખવાનો પ્રયાસ કરતી રહું છું. સંજુ ઉપરાંત હું વિરાટ કોહલી, ડી વિલિયર્સ, રોહિત શર્મા અને ધોનીની બેટિંગ નિહાળવાનું પણ પસંદ કરું છું. સ્મૃતિ મંધાના પણ ટૂંક સમયમાં અમિરાતના મેદાનો પર રમતી જોવા મળશે કેમ કે IPLમાં વિમેન્સ માટે મિની IPLન્નું આયોજન ચોથી નવેમ્બરથી થનારું છે.