સુશાંતસિંહ રાજપૂતના ડોગ ફજનું નિધન, સુશાંતસિંહ સાથેના ફોટાથી થઇ જશો ભાવુક

બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનના સમચારે દૃુનિયાભરના લોકોને હચમચાવી દીધા હતા. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ એક્ટર તેના જ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતની મોત બાદ ઘણા લોકોએ તેને તેના જૂના ફોટોઝ અને વીડિયોઝ દ્વારા ખૂબ જ યાદ કર્યો હતો. તેમાંથી જ કેટલાંક વીડિયો તેના ડોગી ફજ સાથે હતાં જે ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં જોવા મળી રહૃાું હતું કે ફજ સાથે સુશાંતની કેટલી મજબૂત બોન્ડિંગ હતી. હવે સુશાંતના નિધનના ત્રણ વર્ષ બાદ તેના ડોગી ફજે પણ દમ તોડી દીધો છે. ફજના મોતના સમચાર સુશાંતની બહેને એક ઇમોશનલ પોસ્ટ શેર કરતાં આપ્યા છે. સુશાંતસિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે ફજના બે અનસીન ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાંથી એકમાં ફજ, સુશાંત સાથે જોવા મળી રહૃાો છે. આ તસવીરમાં બંનેની ખૂબસૂરત બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહૃાો છે. તેવામાં ફજની બીજી તસવીર સુશાંતની બહેન સાથે છે. આ ફોટોઝ સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે ફજ તેના ભાઇને એટલો પ્રેમ કરતો હતો કે તે આ દૃુનિયાથી જઇને સ્વર્ગમાં પોતાના મિત્રને મળી રહૃાો છે. પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, કેટલો લાંબો સમય હતો ફજ! તુ સ્વર્ગમાં તારા મિત્ર પાસે પહોંચી ગયો છે…હું પણ જલ્દૃી જ પાછળ આવીશ! ત્યાં સુધી દિલ તૂટી રહૃાું છે. પ્રિયંકાની આ પોસ્ટ પર લોકોએ રિએક્શન આપ્યા છે અને ફજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઇએ કે સુશાંતના મોત પહેલા તેનો ડોગી ફજ તેની સાથે રહેતો હતો. તે પોતાના ડોગીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને સુશાંતના મૃત્યુ બાદ ફજ ખૂબ જ દૃુખી થઇ ગયો હતો. સુશાંતના પરિવારે દૃુખી થઇને એક ખૂણામાં બેસી રહેતા ફજની ભાવુક તસવીરો પણ શેર કરી હતી. જણાવી દઇએ કે સુશાંતસિંહ રાજપૂતે ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ પોતાના મુંબઈના લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, સીબીઆઈ પોતે આ મામલાની તપાસ કરી રહી છે. સુશાંતના મૃત્યુ બાદ તેના ડોગ ફજના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં તે ઉદાસ દૃેખાઈ રહૃાો હતો. સુશાંત અને તેના ડોગ વચ્ચે ખૂબ જ ખાસ બોન્ડિંગ હતું. અભિનેતાના મૃત્યુ પછી, તેના પરિવારે તેની સંભાળ લીધી. સુશાંતસિંહ રાજપૂતની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ’દિલ બેચારા’ તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ંર્ પર રિલીઝ થઈ હતી જ્યાં તેણે ઘણા રેકોર્ડ તોડ્યા હતા.