સ્વસ્તિક ચિહ્નન શુભ ગ્રહોની તાકાત વધારે છે

તા. ૨૧.૧૦.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આસો વદ અગિયારસ,રમા એકાદશી, મઘા   નક્ષત્ર, શુક્લ    યોગ, કૌલવ   કરણ આજે    જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) :  ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ)       : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) :  કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) :  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

દિવાળી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તથા અવકાશમાં થી આવતા શુભ તરંગોને આપણા સુધી લાવવા માટે કેટલાક ચિહ્નન અને સંખ્યા ઘણું મહત્વ ધરાવે છે. આપણી ઋષિ પરંપરાથી સ્વસ્તિક ચિહ્નનને શુભ મનાયું છે અને તે અવકાશના શુભ તરંગોને ઝીલી શકે છે માટે આપણે તહેવારોમાં ઘર પર અને ચોપડામાં સ્વસ્તિક ચિહ્નન બનાવીએ છીએ. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે સ્વસ્તિક ચિહ્નન શુભ ગ્રહોની તાકાત વધારે છે અને અશુભ ગ્રહોની અસર નાબૂદ કરે છે. આપણા ઘરે અને ચોપડા ઉપરાંત આપણે સ્વસ્તિક ચિહ્નનનો ઉપયોગ મોબાઈલની સ્ક્રીન પર લેપટોપની સ્ક્રીન પર કે કમ્પ્યુટરની સ્ક્રીન પર પણ કરી શકીએ છીએ. મારા અનુભવે મેં જોયું છે કે જયારે  સ્વસ્તિક ચિહ્નનની સાથે પૂર્ણ અંક ૧૦૮ આગળ પાછળ બે ૐ સાથે લખવા માં આવે એટલે કે ૐ૧૦૮ૐ એ રીતે સ્વસ્તિક ચિહ્નનની નીચે લખવામાં આવે તો તેના સુંદર વાઈબ્રેશન્સ પ્રાપ્ત થતા હોય છે. ૧૦૮ એ પૂર્ણ અંક છે અને એટલે જ આપણે જે માળા કરીએ છીએ તેમાં ૧૦૮ મણકા હોય છે જે ૨૭ નક્ષત્રના ચાર પદના ગુણાકારને લીધે ૧૦૮ છે એટલે કે નભોમંડળના ૨૭ નક્ષત્ર અને તે દરેકના ચાર પદનો ગુણાકાર છે. વળી ૧૦૮ નો સરવાળો ૯ થાય છે અને ૯ એ પૂર્ણ અંક છે એટલે કે ૯ ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવાથી અને તે સંખ્યાનો સરવાળો કરવાથી ફરી ૯ પ્રાપ્ત થાય છે માટે ૯ પૂર્ણ અંક છે અને તે વ્યક્તિને પણ પૂર્ણ બનાવે છે વળી આ અંક શરીરની પણ રક્ષા કરે છે કેમ કે ૯ અંક પર મંગળનું આધિપત્ય છે જે શરીર દર્શાવે છે અને ભૂમિ આદિ સુખ આપનાર છે.