હળવદના ઘનશ્યામપુરથી ભલગામડા વચ્ચે બે બાઈક અથડાતા ૧નું મોત, ૩ને ઈજા

હળવદ પંથકમાં અકસ્માત સર્જાયો હતો. ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ પર બે બાઈક અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય ત્રણને ઈજા પહોંચતા તમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હળવદથી સરાના રસ્તે ઘનશ્યામપુર-ભલગામડા વચ્ચે ૨ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું હતું, તો ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારે અહીંથી પસાર થતા બી.કે આહીરે ઘાયલોને હળવદ હોસ્પિટલ ખસેડાયા હતા અને બજરંગ દળના કાર્યકરોને જાણ થતા હળવદ સિવિલ દોડી ગયા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. જે અકસ્માતમાં એક બાઈક ચાલક ચોટીલાના જ્યારે બીજા બાઈક ચાલક રામપરા ગામના હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.