હવા કેદ લાગે આ એવા છે દિવસો,  ત્વચા જેલ જેવી છે તોડી જવી છે!!

તા. ૨૦.૧.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ તેરસ, મૂળ  નક્ષત્ર, વ્યાઘાત  યોગ, વિષ્ટિ  કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ)            : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ અત્રે  લખ્યા મુજબ મોટી મોટી કંપનીઓ કર્મચારીની છટણી કરી રહી હોવાના અનેક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તો બીજી તરફ આત્મઘાતના કિસ્સા પણ વધતા જોવા મળે છે વળી ખેલજગતમાં કુસ્તીમહાસંઘ માં પણ આરોપ પછી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આજરોજ શુક્રવારને  તેરસ છે ચતુર્દશીનો ક્ષય છે અને માસિક શિવરાત્રી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો હાલ રાહુ મહારાજ મેષમાં થી પસાર થઇ રહ્યા છે જન્મકુંડળીમાં જયારે ચોથે આઠમે કે બારમે રાહુ હોય ત્યારે કાયદા કાનૂન થી સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે આઠમે અને બારમે રાહુ કારાવાસ યોગ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે ચોથે રાહુ હોય ત્યારે વ્યક્તિ માનસિક રીતે જેલ ભોગવતો હોય તેવું મેં અનેક કિસ્સામાં જોયું છે તે વ્યક્તિ તેની માનસિકતાથી પીડાતો હોય છે અને બધા થી અલગ થઈને પોતાની માનસિક એકલતા ભોગવતો હોય છે. રાહુ મહારાજ જીવનમાં ઘણીવાર ભ્રમ જેવી સ્થિતિ ઉપ્તન્ન કરે છે જેથી વ્યક્તિને લાગે કે હું એકલો પડી ગયો છું અને મને ક્યાંય ગમતું નથી અને આજ સ્થિતિમાં તે માનસિક યાતના ભોગવતો હોય છે તથા ઘણીવાર આત્મઘાતના વિચારો સુધી પહોંચતો હોય છે અને તેથી જ કહી શકાય કે મોટાભાગે આપણે જે બંધનો અનુભવતા હોઈએ છીએ એ કેદ આપણે સ્વયં જ બનાવેલી હોય છે!!!