1ફરાબા’નાં મોટા માણસામાં ન્હાવા પડેલા 2 બાઅકોના મો;

અમરેલી,
અમરેલી જિલ્લામાં નાહવા પડવાથી વધુ એક ઘટના સામે આવી છે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં તળાવ આવેલું છે અહીં ગોવિંદ સાગર નામના તળાવમાં મિત હસમુખભાઈ માલાણી ઉંમર 12,જયરાજ ભીખુભાઇ વાળા વર્ષ 13 બંને તળાવમાં નાહવા પડ્યા ઊંડા તળાવમાંથી સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા જોકે બંને બાળકોના મૃતદેહ મળ્યા હતા તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરજ પરના ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરતા મોટા માણસા ગામમાં શોકમય માહોલ સર્જાયો હતો ઘટના બાદ નાગેશ્રી પોલીસ પણ ઘટના સ્થળે દોડી હતી અને પંચરોજ કામગીરી હાથ ધરી અને પરિવારના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતા ગામના આગેવાનો પણ તળાવ નજીક દોડ્યા હતા હાલમાં પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે આ બંને બાળકો પ્રથમ માલઢોર ચરાવતા હતા અને ત્યારબાદ નાહવા ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.