1 જુનથી દરીયામાં માછીમારી ઉપર પ્રતિબંધ

જાફરાબાદ,
મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી માછીમારો ને સુચના આપવામાં આવેલ છે કે તારિખ 1/6/22 થી તારીખ 31/7/22 સુધી દરિયામાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવા માં આવેછે,એટલા માટે બોટો દરિયામાંથી પરત આવવા લાગી છે અને ક્રેન દ્વારા ઉપર લેવામાં આવી રહી છે,આ બે મહિના દરમિયાન બોટ માલિકો બોટ રીપેરીંગ તેમજ માણસો ના હિસાબ કરશે અને ફરી તારીખ 1/8/22 થી મચ્છીમારી ચાલુ થશે, તાજેતરમાં સરકાર શ્રી દ્વારા જાણ કરવામાં આવેલ કે તારિખ 29 સુધી પવન ફુંકાવાની સકયતા છે તો બોટો પરત બોલાવી લેવી પરંતુ પવનના કારણે વાયરલેસ દ્વારા સંપર્ક થતો નથી તેથી બોટો પરત બોલાવવામાં ખુબજ તકલીફ થાય છે,સ્કાયલો કંપની નું મેસેનજર મ્જીશન્ ના કનેક્શન સાથે માછીમારો એ સ્વ ખર્ચે વસાવેલું તેમાં બોટ ગમે ત્યાં હોય મોબાઇલ દ્વારા મેસેજ થતા પરંતુ સરકાર શ્રી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી આ સેવા બંધ કરી છે જેના કારણે માછીમારો ને ખુબજ તકલીફ થાય છે ,આ સુવિધા કયા કારણોસર બંધ કરવામાં આવેલ છે તેની જાણ કરવામાં આવેલ નથી, છેલ્લા ઘણાં વર્ષોથી માછીમારો ની માંગણી છે કે માછીમારો ને 50 ટકા સબસિડી માં સેટેલાઈટ ફોન આપવામાં આવે પરંતુ કરોડો નું હુંડીયામણ કમાવી આપતા માછીમારો માટે સુવિધા આપવામાં શું તકલીફ થાય છે તે સમજાતું નથી